અમદાવાદઃ આર્થિક મુશ્કેલીના લીધે ફ્લેટના સાતમાં માળેથી ઝંપલાવી એક યુવકે આત્મહત્યા કરી
આત્મહત્યા કરનાર અંકિત ટાંક મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું તેમજ અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી રહેતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી એલોપેથી દવાઓ મળી આવી છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ કોરોના કાળમાં ધંધા વેપાર બંધ રહેવાને કારણે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા ત્યારે તેની અસર અત્યારે પણ જોવા મળી રહી છે. બે દિવસ પહેલા વિશાલા રાજયશ કોમ્પ્લેક્સમાં ગણીતના શિક્ષકે આત્મહત્યા કરી હતી. ત્યારે આજે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલ પાસેના એનિગ્મા ફ્લેટમાં એક યુવકે ઝંપલાવીને આપઘાત કર્યો છે. આપઘાતનું કારણ આર્થિક સંકળામણ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના સરખેજ હાઇવે પર આવેલા સફલ પરિસરમાં ગ્રીન ગેઇન સોલાર સોલ્યુશન નામની કંપનીના ડાયરેક્ટર અંકિત ટાંકે થલતેજમાં કેમ્બે હોટેલ પાસે આવેલા એનિગ્મા ફ્લેટમાં સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પાછળનું કારણ કંપનીમાં નુકસાન અને ડિપ્રેશન હોવાનું સામે આવ્યું છે.સોલા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
આત્મહત્યા કરનાર અંકિત ટાંક મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું તેમજ અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી રહેતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી એલોપેથી દવાઓ મળી આવી છે. સોલા પોલીસે આત્મહત્યા કરનાર યુવકના પરિવારનો સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં રોજ અનેક લોકો આત્મહત્યા કરતા હોય છે ત્યારે કોરોના કાળમાં આર્થિક સંકડામણ અને ડિપ્રેશનના લીધે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે..થલતેજમાં કંપનીના ડાયરેક્ટરે આત્મહત્યા કરતા પોલીસે આત્મહત્યા પાછળનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે