Delhi Violence: દિલ્હીમાં હિંસા યથાવત, શાળાઓમાં રજા, બોર્ડની પરીક્ષાઓ પણ સ્થગિત


આ પહેલા સોમવાર (24 ફેબ્રુઆરી)એ પણ મનીષ સિસોદિયાએ આ વિસ્તારમાં શાળા બંધ રાખવાની જાહેરાત કરી હતી.
 

Delhi Violence: દિલ્હીમાં હિંસા યથાવત, શાળાઓમાં રજા, બોર્ડની પરીક્ષાઓ પણ સ્થગિત

નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વી દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 13 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 180 જેટલા લોકોને ઈજા પહોંચી છે. સોમવારે શરૂ થયેલી હિંસા મંગળવારે પણ જોવા મળી હતી. હાલ આ હિંસાને કાબુમાં લેવા માટે તમામ સંવેદનશિલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીના શિક્ષા પ્રધાન મનીષ સિસોદિયાએ મંગળવારે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે બુધવાર 26 ફેબ્રુઆરીએ દિલ્હીના ઉત્તર પૂર્વી વિસ્તારના જિલ્લામાં તમામ શાળાઓ બંધ રહેશે. એટલે કે આવતીકાલે ખાનગી અને સરકારી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. 

— Manish Sisodia (@msisodia) February 25, 2020

આવતીકાલે લેવાનારી CBSEની પરીક્ષા પણ રદ્દ કરી દેવામાં આવી છે.
 

— Manish Sisodia (@msisodia) February 25, 2020

આ સિવાય તેમણે જણાવ્યું કે, તમામ શાળાઓની પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. મનીષ સિસોદિયાએ આજે એકવાર ફરી સીબીએસઈને પણ પરીક્ષા રદ્દ કરવાની અપીલ કરી હતી. મહત્વનું છે કે આજે પણ દિલ્હીમાં તમામ શાળાઓ બંધ રહી હતી. 

— CBSE HQ (@cbseindia29) February 25, 2020

સીબીએસઈએ તે શાળાઓનું લિસ્ટ પણ જારી કરી દીધું છે જ્યાં કાલે પરીક્ષા લેવાની હતી. આવતીકાલે સીબીએસઈની ધોરણ 10ની અંગ્રેજી અને ધોરણ-12ની વેબ એપ્લિકેશન અને મીડિયા વિષયની પરીક્ષા યોજાવાની હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news