રવિદાસ મંદિર તોડી નાખવાના મુદ્દે દિલ્હીમાં પ્રદર્શન યથાવત, દલિત નેતા ચંદ્રશેખર સહિત 96ની ધરપકડ

રાજધાની દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર રવિદાસ મંદિર તોડી નાખવામાં આવ્યું જેને લઈને વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે. ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર સહિત 96 લોકોની ધરપકડ કરાઈ છે.

Updated By: Aug 23, 2019, 09:11 AM IST
રવિદાસ મંદિર તોડી નાખવાના મુદ્દે દિલ્હીમાં પ્રદર્શન યથાવત, દલિત નેતા ચંદ્રશેખર સહિત 96ની ધરપકડ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર રવિદાસ મંદિર તોડી નાખવામાં આવ્યું જેને લઈને વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે. ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર સહિત 96 લોકોની ધરપકડ કરાઈ છે. જેઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. ચંદ્રશેખર અને અન્ય લોકો પર આઈપીસીની કલમ 147, 149, 186, 332 હેઠળ ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. 

હકીકતમાં તુગલકાબાદ વિસ્તારના સંત રવિદાસના મંદિરને સુપ્રીમ કોર્ટે તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 10 ઓગસ્ટના રોજ ડીડીએ દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું. એવી માન્યતા છે કે 15મી શતાબ્દીના મહાન સંત રવિદાસ અહીં 3 દિવસ રોકાયા હતાં. 

મંદિર તોડી પાડવામાં આવ્યાં બાદ  તેના વિરોધમાં દલિત સમાજે ગુરુવારે આંબેડકર ભવનથી એક રેલી કાઢી જે રામલીલા મેદાન થઈને તુગલકાબાદ માટે રવાના થઈ હતી. પોલીસના જણાવ્યાં મુજબ રેલીમાં શાંતિપૂર્ણ પ્રદર્શનની જગ્યાએ હિંસક ઝડપ થવા લાગી. આવામાં પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા અને હવામાં ફાયરિંગ કર્યું. 

જુઓ LIVE TV

પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. મંદિર તોડવાના વિરુદ્ધમાં પ્રદર્શનમાં ભીમ આર્મીની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ સામેલ હતાં. પ્રદર્શનકારીઓને મંદિરના સ્થાન સુધી જવાની મંજૂરી અપાઈ નહતી પરંતુ આમ છતાં તેમણે ત્યાં પહોંચવાની કોશિશ કરી. પોલીસના જણાવ્યાં મુજબ પ્રદર્શનકારીઓએ પથ્થરબાજી પણ કરી અને દીવાલ ઠેકીને મંદિરના સ્થળ સુધી પહોંચવાની કોશિશ કરી. 

ડીડીએનું પણ કહેવું છે કે મંદિર ગેરકાયદેસર કબ્જો જમાવીને બનાવાયું છે. જેને તોડવાનો પ્રયત્ન અગાઉ પણ  થયો હતો. પરંતુ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. હાઈ કોર્ટે આદેશ આપ્યો કે મંદિરને તોડી નાખવામાં આવે. ત્યારબાદ સંત રવિદાસ જયંતી સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સુપ્રીમ કોર્ટે પણ હાઈ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો. હાલમાં જ થયેલી સુનાવણીમાં સુપ્રીમના જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ એમ આર શાહે આદેશ આપ્યો કે 13 ઓગસ્ટ અગાઉ મંદિરને ધ્વસ્ત કરવામાં આવે. ડીડીએ દ્વારા 10 ઓગસ્ટના રોજ મંદિર તોડી પડાયું. 

દિલ્હી પોલીસના સીનિયર ઓફિસરે જણાવ્યું કે રવિદાસ મંદિર તોડી પાડવાના વિરોધમાં થઈ રહેલું પ્રદર્શન બુધવારે રાતે અચાનક હિંસક થઈ ગયું. જેના કારણે પોલીસે ભીડને વેર વિખેર કરવા માટે હળવો લાઠીચાર્જ અને ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો. આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતાં. ત્યારબાદ ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર સહિત 96 પ્રદર્શનકારીઓની અટકાયત થઈ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...