ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કોરોનાએ વધાર્યું ટેન્શન, મેડિકલ કોલેજના 66 વિદ્યાર્થીઓ સંક્રમિત

એવા સમયે જ્યારે કોરોના (Coronavirus) નો પ્રકોપ ઓછો થઇ રહ્યો છે અને જીવન લગભગ સામાન્ય થઇ રહ્યું છે કર્ણાટકના ધારવાડમાં એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનાર 66 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કોરોનાએ વધાર્યું ટેન્શન, મેડિકલ કોલેજના 66 વિદ્યાર્થીઓ સંક્રમિત

ધારવાડ: એવા સમયે જ્યારે કોરોના (Coronavirus) નો પ્રકોપ ઓછો થઇ રહ્યો છે અને જીવન લગભગ સામાન્ય થઇ રહ્યું છે કર્ણાટકના ધારવાડમાં એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનાર 66 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તમામ વિદ્યાર્થી એસડીએમ મેડિકલ કોલેજમાં એમબીબીએસ કરી રહ્યા છે. તેમાંથી લગભગ 40 વિદ્યાર્થી થોડા દિવસો પહેલાં કોલેજ પરિસરમાં આયોજિત એક પાર્ટીમાં સામેલ થયા હતા. તમામ વિદ્યાર્થીઓએ રસીના બંને ડોઝ લીધા હતા અને તેમાં કોવિડ 19 ના ઘણા લક્ષણ જોવા મળી રહ્યા છે. 

હોસ્ટેલમાં કરવામાં આવ્યા કોરોન્ટાઇન
ધારવાડના એસડીએમ મેડિકલ કોલેજમાં કોરોના પોઝિટિવ મળી આવેલા તમામ વિદ્યાર્થીને તેમની હોસ્ટેલના રૂમમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડો યશવંત મદનીકરે હોસ્ટરનો પ્રવાસ કરે સ્થિતિનું નિરિક્ષણ કર્યું. તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આખા કેમ્પસમાં સેનેટાઇઝ કરવામાં આવ્યું છે અને આખા પરિસરને સીલ કરી દેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના લોકો વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે સોશિયલ ડિસ્ટેસિંગની અનદેખી ન કરો અને સાર્વજનિક સ્થળો પર માસ્કનો ઉપયોગ કરો. 

દેશમાં મળ્યા આટલા કોરોના સંક્રમિત
તો બીજી તરફ દેશભરમાં એક દિવસમાં કોવિડ 19 ના 9,119 નવા કેસ સામે આવ્યા બાદ કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 3,45,44,882 થઇ ગઇ છે. સારવાર કરી રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 1,09,940 થઇ ગઇ છે જે 539 દિવસમાં સૌથી ઓછી છે. સંક્રમણથી 396 અને લોકોના મોત બાદ મૃતક સંખ્યા વધારીને 4,66,980 થઇ ગઇ છે. દેશમાં સતત 48 દિવસથી કોવિડ 19 દૈનિક કેસ 20 હજારથી ઓછા છે અને 151 દિવસથી 50 હજારથી ઓછા કેસ સામે આવી રહ્યા છે. દર્દીઓ સાજા થતા રાષ્ટ્રીય દર 98.33 ટકા છે, જે માર્ચ 2020 બાદ સૌથી વધુ છે. 

આટલા લોકોના થઇ ચૂક્યા છે મોત
આંકડા અનુસાર દેશમાં સંક્રમણથી અત્યાર સુધી કુલ 4,66,980 લોકોના મોત થયા છે, જેમાંથી મહારાષ્ટ્રના 1,40,807 લોકો, કેરલના 38,353 લોકો, કર્ણાટકના 38,185 લોકો, તમિલનાડુ 36,415 લોકો, દિલ્હીના 25,095 લોકો, ઉત્તર પ્રદેશના 22,909 લોકો અને પશ્વિમ બંગાળના 19,419 લોકો હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધી જે લોકોની કોરોના વાયરસ સંક્રમણથી મોત થયા છે, તેમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બિમારીઓ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news