દિવાળી 2019: જો ખિસ્સામાં પૈસા ટકતા ન હોય તો અજમાવો આ 9 ઉપાય, લક્ષ્મી માતાની અઢળક કૃપા રહેશે
Trending Photos
નવી દિલ્હી: આજે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વર્ષનો છેલ્લો દિવસ છે. જે દિવાળી તરીકે ઉજવાય છે. આજના દિવસે લક્ષ્મી પૂજન થાય છે. અનેક લોકો એવા હોય છે કે ખુબ કમાણી હોય પરંતુ આમ છતાં પૈસા બચાવી શકે નહીં. કારણ કે લક્ષ્મી અત્યંત ચંચળ હોય છે. આવામાં તેમના પૈસા ખર્ચાતા રહે છે. જો તમારે પણ આ સમસ્યા હોય તો દિવાળીના દિવસે આવા કેટલાક ઉપાયો અજમાવો તો તમારા પર લક્ષ્મી માતાની કૃપા રહેશે. પૈસા બચાવવા અજમાવો આ ઉપાયો....
1. દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનમાં પીળી કોડીઓ રાખો. હવે પૂજા બાદ આ કોડીઓને તમારી તિજોરીમાં કે પર્સમાં રાખો. તમારું ખિસ્સું હંમેશા પૈસાથી છલોછલ રહેશે.
2. દિવાળીની રાતે પીપળાના ઝાડ નીચે ઘીનો દિવો પ્રગટાવો. તેની પાસે રૂપિયાનો સિક્કો રાખો. દિપ પ્રગટાવતી વખતે લક્ષ્મીજીનો કોઈ મંત્ર પઢો. હવે દિપ પ્રગટાવ્યા બાદ સિક્કાને તમારા ખિસ્સામાં રાખો. આમ કરવાથી ધનનો વ્યય અટકશે.
3. દિવાળીની રાતે મહાલક્ષ્મીના મંદિરમાં જઈને પાંચ કમળના ફૂલ અર્પિત કરો. તેનાથી દેવી માતા પ્રસન્ન થાય છે. હવે ત્યાંથી એક ફૂલ ઉઠાવીને તમારી પાસે સૂકવીને રાખો. તેનાથી ધન વધશે.
4. દિવાળીના દિવસે માતા લક્ષ્મીને પાન સોપારી ચઢાવો. પૂજન બાદ સોપારીને લાલ રેશમી કપડામાં લપેટીને તમારી પાસે રાખી લો. તેનાથી તમારું ખિસ્સો સદા ભરેલુ રહેશે.
5. દિવાળીના દિવસે માતા લક્ષ્મીને કેસર અર્પણ કરો. બીજા દિવસે કેસરને ડબ્બીમાં રાખીને તેને તમારા પર્સ કે ખિસ્સામાં રાખો. તેનાથી ધનનું આગમન થાય છે.
6. જે લોકો પાસે પૈસા ટકતા નથી તેમણે દિવાળીના દિવસે પોતાના ખિસ્સામાં એક રૂપિયાનો સિક્કો રાખવો. આ સિક્કાને રાખતા પહેલા લક્ષ્મી પૂજન વખતે પૂજામાં અવશ્ય મૂકવો.
7. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીને લાલ નાડાછડી ચઢાવો. પૂજના બીજા દિવસે તેને તમારા પર્સમાં રાખો. તેનાથી ધન વધશે.
8. દિવાળીની રાતે તમારા પર્સમાં મહાલક્ષ્મી કે કુબેર યંત્ર રાખો. તે ખુબ જ શુભ મનાય છે.
9. ધન વધે તે માટે દિવાળીના દિવસે માતા લક્ષ્મીને અર્પણ કરાયેલા કોઈ પણ લાલ ફૂલ એક કાગળમાં લપેટીને તમારા ખિસ્સામાં રાખો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે