પતિએ શેયર કર્યો પત્નીનો રડાવી દે તેવો અંતિમ Video, Corona ને કારણે ગર્ભવતી ડોક્ટર અને બાળકનું મોત

ત્રણ-ત્રણ માસ્ક અને પીપીઈ કિટ પહેરવા છતાંય સાત મહિનાનો ગર્ભ ધરાવતા ડૉ. ડિમ્પલ અરોરાને લાગ્યો કોરોનાનો ચેપ, પતિએ શેર કર્યો હચમચાવી નાખે તેવો અંતિમ વિડીયો

પતિએ શેયર કર્યો પત્નીનો રડાવી દે તેવો અંતિમ Video, Corona ને કારણે ગર્ભવતી ડોક્ટર અને બાળકનું મોત

નવી દિલ્લીઃ સમગ્ર ભારતને જીવલેણ કોરોનાએ પોતાના ભરડામાં લીધું છે. કોરોનાની બીજી લહેરમાં સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. ત્યારે આ દરમિયાન એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. ત્રણ-ત્રણ માસ્ક અને પીપીઈ કિટ પહેરવા છતાંય સાત મહિનાનો ગર્ભ ધરાવતા દિલ્લીના ડૉ. ડિમ્પલ અરોરાને કોરોનાનો ચેપ લાગી ગયો. અને ત્યાર બાદ આ જીવલેણ કોરોના માતા અને બાળક બન્નેને ભરખી થયો. મરતા પહેલાં દિલ્લીના ડોક્ટરે પોતાનો વીડિયો બનાવ્યો હતો. પત્નીના મૃત્યુ બાદ તેમના પતિએ શેર કર્યો હચમચાવી નાખે તેવો અંતિમ વિડીયો. 
 

She breathed her last on 26/4/21 and our unborn child a day earlier. She got covid positive on 11/4 and even during her suffering she had made the above video on 17/4 warning others not to take this covid lightly. #CovidIndia pic.twitter.com/Syg6yddMTD

— Ravish Chawla (@ravish_chawla) May 9, 2021

'આપણું બાળક હવે આ દુનિયામાં નથી રહ્યું રવિશ..' કોરોનાથી મોતને ભેટેલા ડૉ. ડિમ્પલ અરોરાએ પતિને કહેલા આ છેલ્લા શબ્દો હતા. બાળકનું મોત થયા બાદ ડિમ્પલ પણ ગણતરીના કલાકો જ આ દુનિયાને છોડીને જતા રહ્યાં. રવિવારે ડૉ. ડિમ્પલના પતિએ પોતાની પત્નીનો છેલ્લો વિડીયો ટ્વીટર અને યૂટ્યૂબ પર પોસ્ટ કર્યો હતો. જેનો એકમાત્ર હેતુ લોકો કોરોનાને જરાય હળવાશમાં ના લે તે અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

ડોક્ટર ડિમ્પલના પતિ રવિશ જણાવે છે કે, ડિમ્પલે તમામ વસ્તુઓની તકેદારી રાખી હોવા છતાંય તેમને કોરોના થયો. પ્રેગનેન્સીમાં થયેલો કોરોના ડિમ્પલ માટે ખૂબ જ ભયાનક નીવડ્યો. આ દુનિયામાં ન અવતરેલા બાળક સાથે ડિમ્પલનું પણ મોત થયું. વિડીયો પોસ્ટ કરવા સાથે રવિશે લખ્યું છે કે, ડિમ્પલ પોતે ડેન્ટિસ્ટ હતા. તેઓ ડબલ-ત્રિપલ માસ્ક સાથે કેટલીક જગ્યાએ તો પીપીઈ કિટ પણ પહેરતા હતા. છતાંય તેમને કોરોનાનો ચેપ લાગી ગયો. કોરોનાને હળવાશમાં ના લેશો. તેનો અંત ખૂબ જ દર્દનાક હોય છે, આ વાત મારાથી વધુ બીજું કોણ સમજશે?

ડૉ. ડિમ્પલનો કોરોના રિપોર્ટ 11 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો. તેમણે 26 એપ્રિલે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમનું મોત થયું તેના એક દિવસ પહેલા તેમના ગર્ભમાં રહેલું બાળક પણ મોતને ભેટ્યું હતું. 17 એપ્રિલે તેમણે લોકોને કોરોનાને હળવાશમાં ના લેવાની લોકોને સલાહ આપતો વિડીયો બનાવ્યો હતો. જોકે, તેના ગણતરીના દિવસોમાં જ તેમને કોરોના ભરખી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news