Exclusive Interview : એરસ્ટ્રાઈક પર સેના પાસે પુરાવા માગવા ખોટું- અક્ષય કુમાર
લાલ કિલ્લા પર ઝી ન્યૂઝ સાથે વિશેષ વાતચીતમાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે એરસ્ટ્રાઈક પર સવાલ પુછનારા લોકોને કહ્યું કે, સેના પાસે પુરાવા માગવા ઉચિત નથી
Trending Photos
નવી દિલ્હીઃ બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારે લાલ કિલ્લા પર ઝી ન્યૂઝ સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું કે, એરસ્ટ્રાઈક પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. ઝી ન્યૂઝના એડિટર-ઈન-ચીફ સુધીર ચૌધરી સાથેની વાતચીતમાં અક્ષયે જણાવ્યું કે, "દેશની સેના સારી રીતે જાણે છે કે શું કરવાનું છે. જો તેમણે કહ્યું કે એર સ્ટ્રાઈક કરી છે તો આપણે તેમના પર વિશ્વાસ મુકવો જોઈએ. તમે સેનાને સવાલ કેવી રીતે પુછી શકો છો?"
અક્ષય કુમારની સારાગઢી પર એક નવી ફિલ્મ 'કેસરી' આવી રહી છે. તેણે જણાવ્યું કે, લોકો સારાગઢી બાબતે પુરાવા માગશે તો હું શું કહીશ? લાલ કિલ્લા પર પોતાના બાળપણના દિવસો યાદ કરતાં અક્ષય કુમારે જણાવ્યું કે, 'મારું સમગ્ર બાળપણ લાલ કિલ્લાની આજુ-બાજુ ચાંદની ચોકમાં જ પસાર થયું છે. મારો અહીં જ ઉછેર થયો છે. અહીં તમામ ધર્મના લોકો એક સાથે અને પ્રેમથી રહે છે.'
મોટી ઘટનાઓ પર બોલિવૂડનું મૌન
મોટી ઘટનાઓ અંગે બોલિવૂડના મૌન અંગે અક્ષયકુમારે જણાવ્યું કે, એવું નથી. બોલિવૂડમાં પણ લોકો બોલે છે. અનેક વખત નિવેદનને મારી-મચોડીને રજૂ કરવાને કારણે તેઓ આ બાબતોથી દૂર રહે છે. અક્ષયને જ્યારે પુછ્યું કે, પુલવામા હુમલા જેવી ઘટનાઓ પર કેટલાક અભિનેતા જ બોલે છે, કેટલાક ચુપ રહે છે. આ અંગે અક્ષયે જણાવ્યું કે, એવું નથી, અમારે ત્યાં લોકો યોગ્ય સમયે જ બોલતા હોય છે.
સૈનિકોની મદદનો વિચાર
અક્ષય કુમારે જણાવ્યું કે, "સૈનિકોના પરિવાર માટે ફંડ બનાવવાનો વિચાર એક ડોક્યુમેન્ટરી જોઈને આવ્યો હતો. ત્યાર પછી મેં ફંડ બનાવવાનો નિર્ણય લીધો છે. જોકે, હજુ પણ જ્યારે કોઈ એમ કહે છે કે હું મદદ કરવા માગું છું તો તેમને કહું છું કે તમે મદદ નથી કરી રહ્યા."
ક્રિકેટની ભાષા દ્વારા સમજાવી સત્તા
અક્ષય કુમારે દેશની રાજનીતિને ક્રિકેટની ભાષા સાથે સમજાવી હતી. તેણે જણાવ્યું કે, જો તમે એક કેપ્ટનને પસંદ કરી લીધો છે તો થોડા સમય માટે તેના પર વિશ્વાસ મુકવો જોઈએ. દેશની વર્તમાન સ્થિતિ અંગે અક્ષયે જણાવ્યું કે, આટલી આઝાદી દેશમાં ક્યાંય નથી. હું મારા દેશ પ્રત્યે ઘણો જ ખુશ છું.
મને રાજનીતિનો શોખ નથી
અક્ષય કુમારે જણાવ્યું કે, મને રાજનીતિમાં જવાનો શોખ નતી. હું માત્ર ફિલ્મો બનાવવા માગું છું. મારા ઘરમાં કોઈ રાજનીતિ પર વાત કરતું નથી. અમે તેનાથી ઘણા જ દૂર રહીએ છીએ. હું પણ ફિલ્મો બનાવવા માગું છું. ભારતની કહાની જણાવા માગું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે