દિલ્હીમાં 29 અને 30 નવેમ્બરે ખેડૂતો ફરી એકત્ર થશે, કેન્દ્ર પર દબાણની રણનીતિ

28 નવેમ્બરે તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ દિલ્હીના સીમાવર્તી શહેર ફરીદાબાદ, ગાઝીયાબાદ અને ગુરૂગ્રામમાં એકત્ર થશે

દિલ્હીમાં 29 અને 30 નવેમ્બરે ખેડૂતો ફરી એકત્ર થશે, કેન્દ્ર પર દબાણની રણનીતિ

નવી દિલ્હી : ઉત્પાદિત પાક.ની યોગ્ય કિંમત નહી મળવા સહિતની અન્ય માંગણીઓ મુદ્દે એકવાર ફરીથી સમગ્ર દેશનાં ખેડૂતો દિલ્હીમાં 29 અને 30 નવેમ્બરે એકત્ર થશે. અલગ અલગ રાજ્યોમાં કાર્યરત્ત 207 ખેડૂત સંગઠનોએ અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમિતિના બેનર તળે દિલ્હીનાંરામલીલા મેદાનમાં બે દિવસીય ખેડૂત મહાસમ્મેલનનું આયોજન કર્યું છે. સમિતીનાં અધ્યક્ષ વીએમ સિંહે ગુરૂવારે જણાવ્યું કે, ત્રણ દિવસના આ આંદોલન દરમિયાન 28 નવેમ્બરે તમામ ખેડૂત સંગઠનોનાં પ્રતિનિધિ દિલ્હીના સીમાવર્તી શહેર ફરીદાબાદ, ગાઝીયાબાદ અને ગુરૂગ્રામ ખાતે એકત્ર થશે. ત્યાર બાદ તમામ ખેડૂત સંગઠનો બે દિવસીય ખેડૂત મહાસમ્મેલનમાં ભાગ લેવા માટે પગપાળા માર્ચ કરીને રામલીલા મેદાન ખાતે પહોંચશે. 

ખેડૂત સમ્મેલનમાં હાલની પરિસ્થિતી પર ચર્ચા થશે
આ દરમિયાન સ્વરાજ ઇન્ડિયાના સંયોજક અને અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમિતીનાં સભ્ય યોગેન્દ્ર યાદવે કહ્યું કે, સમ્મેલનનાં પહેલા દિવસે ખેડૂતોની હાલની પરિસ્થિતી અને સરકારની તરફથી કરવામાં આવેલા વચનોની પૂર્તિ દાવોની હકીકત પર ચર્ચા કરવામાં આવશે. સરકાર પર ખેડૂતોની માંગણીઓની પુરી કરવા માટેનું દબાણ પેદા કરવા માટે અલગ અલગ રાજનીતિક દળોના પ્રતિનિધિ દળ સાથે સમ્મેલનમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે આ આંદોલનનો ઇરાદો ખેડૂતોની બે મુખ્ય માંગણીઓ (ખેડૂતોની દેવામાફીના કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં વચનને પુરા કરવામાં આવે અને ખેડૂતોની પાકનું યોગ્ય મુલ્ય મળે)ને પુરૂ કરવા માટે સરકાર પર દબાણ બનાવવાનું છે. 

રાષ્ટ્રીય સ્તર પર ખેડૂતોની સમસ્યા ઉઠાવાશે. 
આ દરમિયાન સંઘર્ષ સમિતીના સભ્ય અને માકપા નેતા હનાના મોલાએ કહ્યું કે, ખેડૂતોની સમસ્યાઓને રાષ્ટ્રીય ફલક પર ઉઠાવવા માટે આ આંદોલનની રૂપરેખા નિશ્ચિત કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે કેડૂત આંદોલનનો આ સમયને બે દશક પહેલા દિલ્હીના બોટ ક્લબમાં ખેડૂત નેતા મહેન્દ્ર સિંહ ટિકૈત દ્વારા આયોજીત ઐતિહાસિક ખેડૂત રેલીનું સન્માન થશે. ઉલ્લેખનીય છે કે, ગત્ત મહિને જ ભારતીય ખેડૂત યૂનિયનના બેનર તળેઆયોજીત આંદોલનમાં ખેડૂત સંગઠનોએ એકત્ર થઇને દિલ્હીમાં માર્ચ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news