Farmers Protest: સંયુક્ત કિસાન મોરચાની આજે સિંધુ બોર્ડર પર બેઠક, નક્કી થશે આગળની રણનીતિ
સંસદમાં કૃષિ કાયદાને રદ કરવા છતાં ખેડૂત આંદોલન સતત ચાલુ છે. તો બીજી તરફ આજે સંયુક્ત કિસાન મોરચો સિંધુ બોર્ડર કિસાન આંદોલનની આગળની રણનીતિ પર બેઠક કરશે. જાણકારી અનુસાર આ બેઠક સવારે 11 વાગે થશે.
Trending Photos
નવી દિલ્હી: સંસદમાં કૃષિ કાયદાને રદ કરવા છતાં ખેડૂત આંદોલન સતત ચાલુ છે. તો બીજી તરફ આજે સંયુક્ત કિસાન મોરચો સિંધુ બોર્ડર કિસાન આંદોલનની આગળની રણનીતિ પર બેઠક કરશે. જાણકારી અનુસાર આ બેઠક સવારે 11 વાગે થશે.
તો બીજી તરફ એમએસપી કાનૂન પર કમિટી બનાવવા માટે ગત દિવસોમાં સરકાર દ્રારા અનૌપચારિક રૂપથી ખેડૂત સંગઠનો પાસે પાંચ નામ માંગ્યા હતા. સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં આ મોહર લગાવવામાં આવી શકે છે. જોકે સંયુક્ત કિસાન મોરચાના અનુસાર સરકાર તરફથી એમએસપી પર લેખિત પ્રસ્તાવ મળ્યો નથી.
બેઠક બાદ પત્રકાર પરિષદની આશા
તો બીજી તર આજની બેઠકમાં ખેડૂત તમામ પેન્ડીંગ માંગણીઓ અને કેન્દ્ર સરકારના વલણ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરશે અને ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. માનવામાં આવી રહ્યું છે કે આજે બેઠક બાદ સયુક્ત કિસાન મોરચા તરફથી પત્રકાર પરિષદ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ આગામી અઠવાડિયે સંયુક્ત કિસાન મોરચાની એક બેઠક બોલાવવામાં આવી શકે છે. જેથી સ્પષ્ટ ખબર પડે છે કે દિલ્હીમાં ચાલી રહેલા ધરણા હજુ થોડા દિવસો જોવા મળી શકે છે.
માંગોને લઇને ખેડૂત ગત એક વર્ષથી આંદોલનરત છે
તમને જણાવી દઇએ કે આ કૃષિ કાયદાની વાપસી અને અન્ય માંગોને લઇને ગત એક વર્ષથી આંદોલનરત છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની તમામ માંગો પર મોહર લાગી જતી નથી ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. જોકે ગત થોડા દિવસો પહેલાં ખેડૂત સંગઠનો તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે જલદી આ આંદોલનને ખતમ કરી દેવામાં આવશે અને તમામની ઘર વાપસી થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે