26/11 મુંબઇ હુમલાના આતંકીઓને હિન્દી શીખવનાર આતંકીને લઇને મોટો ખુલાસો

ચોથી જુલાઇ 2016માં સાઉદી અરબમાં આ શહેરમાં અમેરિકી કોન્સુલેટની બહાર કરાયેલા આત્મઘાતી હુમલામાં બે સુરક્ષા અધિકારીઓ ઘાયલ થયા હતા અને એકનું મોત થયું હતું

26/11 મુંબઇ હુમલાના આતંકીઓને હિન્દી શીખવનાર આતંકીને લઇને મોટો ખુલાસો

મુંબઇ : 26 નવેમ્બર 2008માં મુંબઇમાં થયેલા આતંકી હુમલા માટે જે ભારતીય શખ્સે અજમલ કસાબ સહિત 10 હુમલાખોરોને હિન્દી શીખવાડી હતી એ શખ્સે જ બે વર્ષ પહેલા સાઉદી અરબમાં જેદા શહેરમાં અમેરિકી કોન્સુલેટની બહાર આતંકી આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો હતો. ડીએનએ પરીક્ષણને આધારે આ સ્પષ્ટ થયું છે. એ શખ્સ મહારાષ્ટ્રના ભીડના રહેવાસી ફયાજ કાગજી હતો. 

4થી જુલાઇ 2016માં સાઉદી અરબના આ શહેરમાં અમેરિકી કોન્સુલેટની બહાર આ આત્મઘાતી હુમલામાં બે સુરક્ષા અધિકારીઓ ઘાયલ થયા હતા અને કાગજીનું મોત થયું હતું. એ દિવસે આ શહેરમાં કુલ ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ ઉપરાંત અન્ય બે બોમ્બ વિસ્ફોટમાં એક કાતિફ શિયા મસ્જીદની બહાર અને બીજો મદીનામાં મસ્જિદ એ મબબી બહાર હુમલો થયો હતો. 

કોણ છે આ ફયાજ કાગજી?
ધ ઇન્ડિયન એક્સપ્રેસના આ રિપોર્ટ અનુસાર ફયાજ કાગજી આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો સદસ્ય હતો. આ રિપોર્ટમાં સુત્રોના આધારે એ પણ કહેવાયું છે કે, એનઆઇએએ આતંકી મામલો સાથે સંકળાયેલા કેસોની સુનાવણી કરી રહેલા દિલ્હી સ્પેશિયલ કોર્ટેને પણ સૂચિત કરી હતી કે ફયાજ કાગજીનું મોત થયું છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે પૂણેમાં જર્મન બેકરી વિસ્ફોટ (2010) અને જેએમ રોડ (2012) વિસ્ફોટનો માસ્ટરમાઇન્ડ અને ફાઇનાન્સર ફયાજ કાગજી જ હતો. 

સુત્રોના જણાવ્યા અનુસાર 2006માં ઔરંગાબાદમાં જે ગેર કાયદેસર હથિયારનો મોટો જથઅથો જપ્ત કરાયો હતો. જેમાં પણ એની સંડોવણી હતી. આ આતંકી ઇન્ટરપોલ અને સીબીઆઇની યાદીમાં વોન્ટેડ હતો. 2008માં મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. આ મામલે કાગજી સીધી રીતે આરોપી ન હતો પરંતુ તપાસ એજન્સીઓનું માનવું છે કે આ ઘટનાને અંજામ આપનારા 10 આતંકીઓને હિન્દી બોલતાં એણે જ શીખવ્યું હતું. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news