PMC કૌભાંડ પર નાણા મંત્રીનું નિવેદન, 'કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી'
પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડથી પીછો છોડાવતા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડથી પીછો છોડાવતા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની નિગરાણી કરે છે.
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ કાર્યાલયમાં પત્રકારોને સંબોધતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમસી બેંક કૌભાંડના પીડિતો સાથે વાત થઈ છે. આરબીઆઈ આ મામલે અભ્યાસ કરી રહી છે. મંત્રીએ જણાવ્યું કે બેંકિંગ સચિવ આ સમગ્ર મામલાની જાણકારી લેશે. તેને લઈને અન્ય મંત્રાલયો સાથે પણ સંપર્ક કરવામાં આવશે.
જુઓ LIVE TV
સીતારમણે કહ્યું કે આ મામલે આજે સાંજે આરબીઆઈના ગવર્નર સાથે બેઠક છે. જરૂર પડ્યે સંસદના શિયાળુ સત્રમાં કો-ઓપરેટિવ બેંકના નિયમોમાં ફેરફાર કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે