દિલ્હી: નારાયણા વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, ફાયરની 20 ગાડીઓ ઘટનાસ્થળે

દિલ્હીમાં ઉપરાછાપરી આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે. ગુરુવારે દિલ્હીના નારાયણા ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ ફાટી નીકળી. આગ પર કાબુ મેળવવા માટે ફાયરની 20 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. 
દિલ્હી: નારાયણા વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, ફાયરની 20 ગાડીઓ ઘટનાસ્થળે

નવી દિલ્હી: દિલ્હીમાં ઉપરાછાપરી આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે. ગુરુવારે દિલ્હીના નારાયણા ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ ફાટી નીકળી. આગ પર કાબુ મેળવવા માટે ફાયરની 20 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. 

મળતી માહિતી મુજબ આ ફેક્ટરીમાં ગિફ્ટ આર્ટિકલ બનાવવામાં આવે છે. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. હજુ કોઈ જાનમાલની હાનિના સમાચાર નથી. 

— ANI (@ANI) February 14, 2019

અત્રે જણાવવાનું કે આ અગાઉ મંગળવારે એક હોટલમાં ભીષણ આગ લાગી હતી જેમાં 17 લોકોના મોત થયા હતાં. દિલ્હી પોલીસે હોટલ અર્પિત પેલેસના જનરલ મેનેજર અને મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત બુધવારે પશ્ચિમપુરી વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં ભીષણ આગ લાગી. આ આગમાં લગભગ 250 જેટલા ઝૂપડાં બળીને ખાખ થઈ ગયાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news