દિલ્હીની હોટલ આગમાં ગુજરાતના મહિલા કર્મચારીનું મોત, અન્ય એક અધિકારી માંડ પોતાનો જીવ બચાવી શક્યા
Trending Photos
ગુજરાત : દિલ્હીના કરોબલાગની એક હોટલમાં મંગળવારે ભીષણ આગ લીગી હતી. હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગે એટલું મોટુ સ્વરૂપ ધારણ કર્યું કે, તેમાં 17 લોકોના મોત થયા હતા. જેમાં કેટલીય મહિલાઓ અને બાળકો સામેલ હતા. પરંતુ આ આગમાં ગુજરાતની એક મહિલાનું મોત નિપજ્યું હતુ. મૂળ નવસારીના અને હાલ સુરતમાં રહેતા રાબિયા જુસબભાઈ મેમણ મૃત્યુ પામ્યા હતા. તેઓ ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડમાં કાર્યરત હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાબિયા મેમણ સુરતના ડીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસમાં લો ઓફિસર તરીકે કામ કરતા હતા. તેઓ ડીજીવીસીએલના એક કેસ બાબતે સુપ્રિમ કોર્ટમાં કામ અર્થે દિલ્હી ગયા હતા. ત્યારે તેમણે આગના બનાવની આગલી રાત્રે જ હોટલ અર્પિત પેલેસમાં ચેક ઈન કર્યું હતું અને વહેલી સવારે લાગેલી આગમાં તેમનુ મૃત્યુ થયું હતું. તેમના મોતથી સમગ્ર મેમણ પરિવારમાં દુખની લાગણી છવાઈ ગઈ છે. ગઈકાલે બપોરે દિલ્હીમાં જ તેમની અંતિવિધિ કરાઈ હતી. જેમાં પરિવારના કેટલાક સભ્યો દિલ્હી પહોંચ્યા હતા.
અન્ય એક અધિકારી બચી ગયા
ઉલ્લેખનીય છે કે, રાબિયા મેમણની સાથે ડીજીવીસીએલના સિસ્ટમ ડેવલપમેન્ટ એન્ડ પ્રોજેક્ટના સુપરિટેન્ડન્ટ અધિકારી એચ.આર.શાહી પણ તેમની સાથે દિલ્હી ગયા હતા. કોર્ટની તારીખ હોવાથી બંને સાથે દિલ્હી ગયા હતા. એચ.આર.શાહના રૂમ સુધી પણ ધુમાડો પહોંચ્યો હતો. પરંતુ તેમના રૂમની બારી ખૂલી જતા તેમણે બૂમાબૂમ કરી હતી, જેથી ફાયરના કર્મચારીઓએ તેમને બચાવી લીધા હતા. આ વિશે તેમણે કહ્યું હતું કે, મારા રૂમમાં ધુમાડાનો અહેસાસ થતા મેં દરવાજા-બારી ખોલી નાખ્યા હતા. બારીમાથી ધુમાડો બહાર નીકળી જતા મને ઓછી અસર થઈ હતી. પરંતુ આગની ચીસો અને કોલાહલથી ભયાનક વાતાવરણ ઉભું થયું હતું. એક તબક્કે મારા મનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો હતો. પણ મેં બૂમો પાડી હતી. બહારની દિવાલ પર મોટી લેડર ગોઠવી મને અને અન્ય ઉતારુઓને હેમખેમ બહાર કઢાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે