હોટલ વિરાટ ઇન્ટરનેશનલમાં લાગી આગ, 5 લોકોના મોત, 3 ઘાયલ
લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન પાસે હોટલ વિરાટ ઇન્ટરનેશનલમાં મંગળવારે (19 જૂન)ની સવારે ભયંકર આગ લાગી ગઇ. આ આગમાં ઘણા પર્યટકો ફસાયા. જાણકારી અનુસાર અકસ્માતમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જેમને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
Trending Photos
નવી દિલ્હી/ લખનઉ: લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન પાસે હોટલ વિરાટ ઇન્ટરનેશનલમાં મંગળવારે (19 જૂન)ની સવારે ભયંકર આગ લાગી ગઇ. આ આગમાં ઘણા પર્યટકો ફસાયા. જાણકારી અનુસાર અકસ્માતમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જેમને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન 5 લોકોના મોત નિપજ્યા છે. આગના લીધે હોટલ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે એક બ્લાસ્ટ સાથે હોટલમાં આગ લાગી અને જોતજોતાંમાં આગે સમગ્ર હોટલને ચપેટ લઇ લીધી. આગની સૂચના બાદ ફાયર બ્રિગેડ વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો, હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
Lucknow: Fire broke out in Charbagh's SSJ International hotel, in the early morning hours; More details awaited. pic.twitter.com/o3uebFPnFg
— ANI UP (@ANINewsUP) June 19, 2018
સવારે પાંચ થયો અકસ્માત
મળતી માહિતી અનુસાર ઘટના સવારે લગભગ સાડા પાંચ વાગે થઇ હતી. એક બ્લાસ્ટ સાથે હોટલમાં આગ લાગી. હોટલમાં ધુમાડો નિકળતો જોતાં ત્યાં દોડધામ મચી ગઇ. ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી. કલાકોની મહેનત બાદ ફાયર બ્રિગેડની અડધો ડઝન ગાડીઓએ આગ પર કાબૂ મેળવી લીધો.
#UPDATE: Fire broke out in Charbagh's SSJ International hotel, in the early morning hours. Police says, 'Search operation on the first floor is underway. 5 people have been taken to hospital for treatment. Cause of fire yet to be ascertained. Investigation is underway'. pic.twitter.com/f2Z8AKDyMY
— ANI UP (@ANINewsUP) June 19, 2018
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા
એસએસપી દીપક કુમારે જણાવ્યું કે આસપાસના લોકોના અનુસાર સવારે સાડા પાંચ વાગે હોટલમાંથી ધુમાડો નિકળવા લાગ્યો. પોલીસને લગભગ 6.15 વાગે સૂચના આપવામાં આવી. આગના લીધે શોર્ટસર્કિટ થઇ ગઇ હતી. કેસની તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પહેલી નજરમાં લાગી રહ્યું છે કે બેસમેંટમાં આગ લાગી અને ઉપરની તરફ આગળ વધી. ઘટના બાદ હોટલનો મેનેજર ફરાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે