અમેરિકા: શિકાગોમાં ટોલીવુડ સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો, ભારતીય દંપતિની ધરપકડ
ભારતીય મૂળના એક દંપતિને અમેરિકામાં જાણીતા લોકો માટે કથિત રીતે દેહ વેપાર રેકેટ ચલાવવા અને તેના માટે ઓછામાં ઓછી પાંચ ટોલીવુડ અભિનેત્રીઓને ફસાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
વોશિંગ્ટન: ભારતીય મૂળના એક દંપતિને અમેરિકામાં જાણીતા લોકો માટે કથિત રીતે દેહ વેપાર રેકેટ ચલાવવા અને તેના માટે ઓછામાં ઓછી પાંચ ટોલીવુડ અભિનેત્રીઓને ફસાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એક મીડિયા અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે. આ રેકેટ કથિત રીતે દેશભરમાં યોજાનારા ભારતીય સંમેલનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આ અભિનેત્રીઓને રજૂ કરતો હતો. શિકાગો ટ્રિબ્યૂનના સમાચાર અનુસાર 34 વર્ષીય કિશન મોદુગુમુડી આ દેહ વેપાર ચલાવતો હતો.
આ ગેંગ પોતાના ગ્રાહકો પાસેથી 3,000 ડોલર વસૂલ કરતી હતી
ટોલીવુડ ફિલ્મ જગતમાં તેણે મહત્વપૂર્ણ જગ્યા બનાવી લીધી હતી અને ઘણી હિટ ફિલ્મોનું સહ-નિર્માણ કર્યું હતું. શિકાગોની જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી 42 પાનાની ફરિયાદ અનુસાર ગેંગ પોતાના ગ્રાહકો પાસેથી 3,000 ડોલર વસૂલ કરતી હતી. મોદુગુમુડી અને તેની પત્ની ચંદ્વા (31) આ વાતની સંપૂર્ણ વિવરણ રાખતા હતા કે કઇ છોકરી કયા વ્યક્તિ પાસે મોકલવામાં આવી અને તેને કેટલા પૈસા મળ્યા.
ફરિયાદ અનુસાર મોદુગુમુડીએ ટોલીવુડની અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી અને તેના પરિવારને ધમકી આપી કે જો તેમણે અધિકારીઓને કંઇક પણ કહ્યું તો તેમને જીવનો ખતરો છે. મોદુગુમુડી અને તેમની પત્નીને એપ્રિલમાં વોશિંગ્ટનના ઉપનગરથી ધરપકડ કરવામાં આવી હતી અનેત્યાથી તે સંઘીય કસ્ટડીમાં છે. અમેરિકી મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ મારિયા વાલ્ડેઝે તેમને હાલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. દંપતિના બંને બાળકો વર્જીનિયામાં બાળ કલ્યાણ અધિકારીઓના સંરક્ષણમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે