શીલા દીક્ષિતના નિધન બાદ દિલ્હીના રાજકારણને બીજો મોટો ફટકો, આ દિગ્ગજ નેતાનું નિધન
દિલ્હીના રાજકારણને માત્ર 24 કલાકમાં બીજો મોટો ફટકો પડ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત બાદ દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ સંઘ સહયોગી માંગે રામ ગર્ગનું નિધન થયું છે. માંગે રામે દિલ્હીના એક્શન બાલાજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કહેવાય છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતાં.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીના રાજકારણને માત્ર 24 કલાકમાં બીજો મોટો ફટકો પડ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત બાદ દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ સંઘ સહયોગી માંગે રામ ગર્ગનું નિધન થયું છે. માંગે રામે દિલ્હીના એક્શન બાલાજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કહેવાય છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતાં.
તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે તેમના અશોકવિહાર ખાતેના નિવાસસ્થાને રખાયો છે. અહીં 11.30 વાગ્યા સુધી તેમનો પાર્થિવ દેહ રખાશે ત્યારબાદ 12થી 1 વાગ્યા સુધી દિલ્હી સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય પર તેમને શ્રદ્ધાંજલિ અપાશે. માંગે રામ ગર્ગે પોતાનું શરીર દાન કરવાનો સંકલ્પ લીધો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલયથી તેમનો પાર્થિવ દેહ દાન માટે 1. કલાકે હોસ્પિટલ લઈ જવાશે.
લોકસભા ચૂંટણી અગાઉ ભાજપની ચૂંટણી રણનીતિ તૈયાર કરવા અને પ્રચારને આગળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મદોીએ દિલ્હી ભાજપના નેતાઓને મહત્વની જવાબદારી સોંપી હતી. જવાબદારી મેળવનારાઓમાં માંગે રામ ગર્ગનું પણ નામ હતું.
જુઓ LIVE TV
એક સમયે હલવાઈ રહી ચૂકેલા માંગે રામે 2003ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર જીત મેળવી હતી. વિધાયક બન્યા હતાં. લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ વિરુદ્ધ ભાજપને મજબુત કરવા માટે માંગે રામ ગર્ગને મહત્વની જવાબદારી સોંપાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે