રાજકોટ: ચિલઝડપના ગુનામાં રીઢા આરોપીની પોલીસે કરી ધરપકડ

રાજકોટ શહેરમાં ચિલઝડપના ગુનામાં રીઢા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સુરેશ ઉર્ફે સુનિલ બાબરીયા નામના રીઢા આરોપીની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે.

Updated By: Jun 22, 2020, 05:27 PM IST
રાજકોટ: ચિલઝડપના ગુનામાં રીઢા આરોપીની પોલીસે કરી ધરપકડ

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ શહેરમાં ચિલઝડપના ગુનામાં રીઢા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સુરેશ ઉર્ફે સુનિલ બાબરીયા નામના રીઢા આરોપીની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે.

સોસાયટીમાં આવેલા મંદિર બહાર રેકી કરી વૃદ્ધાઓને સરનામું પૂછવાના બહાને ચિલઝડપ કરી ફરાર થઈ જતો હતો. ચિલઝડપ કરી બાદમાં ગણતરીની કલાકમાં પોર્ટેબલ ગેસ ગનનો ઉપયોગ કરી આપેલી કુલડીમાં સોનું ઓગાળી નાખતો હતો. આરોપી અગાઉ છેલ્લા 10 વર્ષમાં 19 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube