આનંદીબેનના નામે અનોખો રેકોર્ડ: 1 દિવસમાં 2 મુખ્યમંત્રીને શપથગ્રહણ કરાવશે

આનંદી બેન અગાઉ પણ ફુલની માળાઓનાં ખર્ચે ફળ લાવીને અનાથ બાળકોને વહેંચવાના મુદ્દે ચર્ચામાં રહી ચુક્યા છે

આનંદીબેનના નામે અનોખો રેકોર્ડ: 1 દિવસમાં 2 મુખ્યમંત્રીને શપથગ્રહણ કરાવશે

અમદાવાદ : મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે છત્તીસગઢનો પણ વધારાનો હવાલો છે. આજે તેઓ નવા મુખ્યમંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે. આ કદાચ પહેલી વાર હશે જ્યારે કોઇ રાજ્યપાલ દ્વારા એક જ દિવસમાં બે રાજ્યનાં મુખ્યમંત્રીને શપથ અપાવ્યા હોય. પહેલા તેમણે મધ્યપ્રદેશનાં નવ નિયુક્તિ મુખ્યમંત્રી કમલનાથને ભોપાલના જંબુરી મેદાનમાં શપથ ગ્રહણ કરાવ્યા છે. હવે તેઓ છત્તીસગઢનાં રાજયપુર પહોંચીને 04.30 વાગ્યે ભુપેશ બધેલને મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાની શપથ અપાવશે. 

મધ્યપ્રદેશ ચૂંટણીમાં કોંગ્રેસે 230માંથી 114 સીટો પ્રાપ્ત કરી હતી. જ્યારે ભાજપે 108 સીટો મેળવી હતી. કોઇ પણ પાર્ટી એકલી બહુમતી સુધી પહોંચી શકી નહોતી. સરકારની રચનામાં રાજ્યપાલનો મહત્વનો રોલ હોય છે, જેથી તમામ લોકોની નજર આનંદીબેન પટેલ પર હતી. સુત્રો અનુસાર કોંગ્રેસે સૌથી મોટા દળ તરીકે દાવો રજુ કર્યો તે આનંદી બહેને ધારાસભ્યોનાં જુથનું નામ સ્પષ્ટ નહી હોવાનું ટેક્નીકલ કારણ રજુ કર્યું હતું. લાંબા મંથન બાદ બસપા અને અપક્ષ ધારાસભ્યોનાં સમર્થનથી કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યું. જેનો સ્વિકાર કરતા આનંદી બેને સરકાર બનાવવા માટે કમલનાથને આમંત્રીત કર્યા હતા. 

આ કારણોથી આનંદીબેન હતા ચર્ચામાં.
આનંદીબેન રાજ્યપાલ રહેવા અગાઉ પણ સમાચારોમાં રહી ચુક્યા છે. તેઓ કોઇ પણ સ્વાગત સમારંભમાં માળાઓથી થતા સ્વાગતનો ઇન્કાર કરે છે. તેના ખર્ચમાંથી ફળ ખરીદીને અનાથ આશ્રમોમાં દાન કરાવે છે. રાજ્યપાલ તરીકે તેઓ સરકારને બાળકો અને હોસ્પિટલોની મુલાકાત લઇને ખામીઓ દુર કરવા માટેની અપીલ કરતા રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news