ચીની કંપનીઓને વધુ એક મોટો ઝટકો, સરકારી ખરીદમાં પણ હવે ફક્ત સ્વદેશીને પ્રોત્સાહન

ભારત-ચીન સીમા પર ચાલી રહેલા તણાવની વાત કરતાં કેન્દ્ર સરકારએ વધુ એક મોટું પગલુંભર્યું છે. કેન્દ્ર સરકારે પણ તમામ સરકારી ખરીદ માટે ઉપલબ્ધ ઇ-કોમર્સ પોર્ટલ GeM ( Government e Marketplace) પર વેચાનાર પ્રોડક્ટ માટે 'કંટ્રી ઓફ ઓરિજનલ' દર્શાવવું જરૂરી કરી દીધું છે.

ચીની કંપનીઓને વધુ એક મોટો ઝટકો, સરકારી ખરીદમાં પણ હવે ફક્ત સ્વદેશીને પ્રોત્સાહન

નવી દિલ્હી: ભારત-ચીન સીમા પર ચાલી રહેલા તણાવની વાત કરતાં કેન્દ્ર સરકારએ વધુ એક મોટું પગલુંભર્યું છે. કેન્દ્ર સરકારે પણ તમામ સરકારી ખરીદ માટે ઉપલબ્ધ ઇ-કોમર્સ પોર્ટલ GeM ( Government e Marketplace) પર વેચાનાર પ્રોડક્ટ માટે 'કંટ્રી ઓફ ઓરિજનલ' દર્શાવવું જરૂરી કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયથી ચીની કંપનીઓને મોટું નુકસાન થવાનું છે.  

કેસ સાથે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે પોતાની તમામ સપ્લાયર્સ માટે ઉત્પાકોને તૈયાર થનાર દેશ એટલે કે 'કંટ્રી ઓફ ઓરિજનલ' દર્શાવવું ફરજિયાત કરી દીધું છે. સાથે જ ચીનનું નામ લીધા વગર સરકારે નિર્દેશ આપ્યા છે કે કોઇ પણ સરકારી ખરીદમાં દેસી પ્રોડક્ટને જ મહત્વ આપવામાં આવશે.   

ચીની કંપનીઓને થશે સીધું નુકસાન
એક અન્ય અધિકારીનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિભાગ અને ઓફિઅસ આ ઇ-કોમર્સ દ્વારા પોતાની જરૂરિયાતની પ્રોડક્ટ અને સર્વિસ લે છે. જેમકે ફર્નિચર, સ્ટેશનરી, ક્રોકરી, સેનિટાઇઝર માસ્ક અને પીપીઇ કિટ વગેરે. આ પોર્ટલ પર 17 લાખ પ્રોડક્ટ છે. જો આ સરકારી ખરીદમાં દેસી ઉત્પાદકોને મહત્વ આપવામાં આવશે તો તેનું સીધું નુકસાન ચીની કંપનીઓને વેઠવું પડશે. નવા નિર્ણય લાગૂ થયા બદ સપ્લાયર સરકારી પોર્ટલમાં ફક્ત મેક ઇન ઇન્ડીયાના જ ઉત્પાદન ઓફર કરી શકશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news