ગુર્જર આંદોલનઃ 13 વર્ષમાં 6 વખત થયું, હજુ સુધી અનામતની આગ બુઝાઈ નથી

વર્ષ 2006માં શરૂ થયેલા આ આંદોલન બાદ અત્યાર સુધી અનેક સરકારો બદલાઈ ગઈ, પરંતુ ગુર્જરોને હજુ સુધી એસટીમાં સામેલ કરાયા નથી

ગુર્જર આંદોલનઃ 13 વર્ષમાં 6 વખત થયું, હજુ સુધી અનામતની આગ બુઝાઈ નથી

જયપુરઃ રાજસ્થાનમાં ગુર્જર આંદોલનની આગ બુઝાવાનું નામ લેતી નથી. ગુર્જર આંદોલનનું ઈતિહાસ જોઈએ તો 13 વર્ષમાં 72 ગુર્જરોનાં મોત થઈ ગયા છે. આ આંદોલનની શરૂઆત 2006માં એસટીમાં સામેલ કરવાની માગ સાથે થઈ હતી. ત્યારથી માંડીને અત્યાર સુધી રાજસ્થાનમાં અનામતની આગ બુઝાઈ નથી. અત્યાર સુધી સરકારે તો ગુર્જરોને અનામત આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કોર્ટમાં પહોંચીને વાત અટકી જાય છે. 

આ 13 વર્ષમાં 4 વખત ભાજપ અને બીજી વખત કોંગ્રેસના રાજમાં આંદોલન થઈ રહ્યું છે. અત્યાર સુધી ગુર્જરોએ 5 વખત ટ્રેક રોક્યા છે, પરંતુ આજે પણ અનામતની માગ ચાલુ છે અને હવે કોંગ્રેસ સરકારને વાટાઘાટો માટે પણ રેલવેના પાટા પર આવવાની જીદ્દ પકડી છે. 

2006માં ગુર્જરોને એસટીમાં સામેલ કરવાની માગ સાથે પ્રથમ વખત આંદોલન થયું હતું. આ આંદોલનમાં રેલવેના પાટા ઉખાડી નખાયા હતા. ત્યાર બાદ ભાજપા સરકારે આ મુદ્દે એક કમિટી બનાવી, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. ત્યાર પછી 21 મે, 2017ના રોજ પીપલખેડા પાટોલમાં અનામતની માગ સાથે ફરીથી આંદોલન થયું, જેમાં પોલીસના ગોળીબારમાં 28 લોકોનાં મોત થયા હતા. વાત જ્યારે વણસી ગઈ તો ભાજપ સરકારે સમાદાન કર્યું અને ચોપડા કમિટી બનાવી. કમિટીએ ગુર્જરો એસટી અનામતના દરજ્જાને લાયક નથી એવું જણાવ્યું. 

23 મે, 2008ના રોજ ત્રીજી વખત અનામત માટે આંદોલન થયું. પીલુકાપુરા ટ્રેક પર બયાનામાં રેલ રોકો આંદોલન સાથે ફરીથી શરૂઆત થઈ. જેમાં પોલીસે કરેલા ગોળીબારમાં 7 લોકોનાં મોત થયા. તેના બીજા દિવસે સિકંદરા હાઈવે જામ કરાયો, જેમાં 23 લોકોનાં મોત થયા. આ આંદોલન પછી ભાજપ સરકાર ગુર્જરો માટે એસબીસી અનામત લઈને આવી, જેમાં ગુર્જર સમાચને 5 ટકા અનામત આપવામાં આવી. જોકે, હાઈકોર્ટમાં પહોંચીને વાત અટકી ગઈ. 

તેના બે વર્ષ બાદ ગુર્જરો ફરીથી ગરજ્યા. 24 ડિસેમ્બર, 2010ના રોજ પીલુકાપુરામાં રેલવે રોકવામાં આવી. ત્યાર બાદ કોંગ્રેસ સરકારે 5 ટકા અનામત અંગે સમાધાન કર્યું. જોકે, ગુર્જર અનામતનો કેસ કોર્ટમાં પડતર હતો અને વાત એ જ હતી કે કુલ અનામત 50 ટકા કરતાં વધુ થઈ રહી હતી. 

અનામત ન મળતાં ગુર્જરોએ ફરી હુંકાર ભરી. પાંચ વર્ષ પછી 21 મે, 2015ના રોજ પીલુકાપુરામાં આંદોલન થયું. ત્યાર પછી ભાજપ સરકારે ગુર્જર સહિત 5 જાતિઓને 5 ટકા એસબીસી અનામત આપી. તેના ઉપર હાઈકોર્ટે ફરીથી પ્રતિબંધ મુખ્યો, કેમ કે અનામતનો દાયરો 50 ટકા કરતાં વધુ થઈ ગયો હતો. અત્યારે ગુર્જરોને 1 ટકા અનામતનો લાભ મળી રહ્યો છે. 

હવે, 2019માં ગુર્જરો ફરીથી જાગ્યા છે અને આંદોલન માટે રેલવેના પાટા પર બેસી ગયા છે તથા હાઈવે પર પણ ચક્કાજામ કરી રહ્યા છે. 

13 વર્ષ દરમિયાન થયેલુ ગુર્જર અનામત આંદોલનમાં 754 કેસ નોંધાયા છે, જેમાંથી 105 કોર્ટમાં પડતર છે. 35 કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. 614 કેસમાં એફઆઈઆર થઈ ગઈ છે કે પછી કેસ પાછા ખેંચી લેવાયા છે. વર્તમાનમાં ચાલી રહેલા આંદોલનમાં અત્યાર સુધી 3 વ્યક્તિ સામે કેસ દાખલ કરી દેવાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news