ગુરુગ્રામ મર્ડર કેસમાં મળ્યો સંકેત, એક કાગળ પર બનેલા ડોટ્સમાં પોલીસ શોધી રહી છે પ્લાનિંગ
ગુરૂગ્રામમાં 13 ઓક્ટોબરે જજની પત્ની અને પુત્રને ગોળી મારી હત્યા કરવાના મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે આરોપી મહિપાલના ફેસબુકમાંથી કઇંક એવા પુરાવા મળ્યા છે
Trending Photos
નવી દિલ્હી: ગુરૂગ્રામમાં 13 ઓક્ટોબરે જજની પત્ની અને પુત્રને ગોળી મારી હત્યા કરવાના મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે આરોપી મહિપાલના ફેસબુકમાંથી કઇંક એવા પુરાવા મળ્યા છે, જેને જોઇને આ વાતનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ મર્ડરનું પ્લાનિંગ પહેલાથી જ કરવામાં આવું હતું.
વાંચવા માટે ક્લિક કરો: આસામ: નકલી એન્કાઉન્ટરમાં મેજર જનરલ સહિત 7 જવાનોને ઉંમર કેદ, 5 યુવકોની થઇ હતી હત્યા
જજની પત્ની અને પુત્રની હત્યા કર્યાના થોડા દિવસો પહેલા જ મહિપાલે તેના ફેસબુક પર એક પોસ્ટ મુકી હતી. આ પોસ્ટમાં એક કાગળ પર એક સાઇડમાં ચાર અને બીજી સાઇડમાં 7 ડોટ્સ બનેલા છે. આ બધા ડોટ્સની આગળ અંગ્રેજીનો એક શબ્દ લખેલો છે. ખાસ વાત એ છે કે એક જગ્યા પર ચાર ડોટ્સ છે જેમાં એવું લાગી રહ્યું છે કે કોઇનું નામ લખેલું છે. પરંતુ તેને ફરી પેનથી ચેકવામાં આવ્યું છે. જેનાથી કઇ સમજી શકાતું નથી. એવામાં પોલીસ તેને ડિકોડ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેથી તે ખબર પડી શકે કે શું તેણે તેમની હત્યાનો પ્લાન પહેલાથી બનાવ્યો હતો અને તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે.
કોડિંગમાં લખવામાં આવ્યું નામ?
પોલીસને આશંકા છે કે આરોપીએ કોડ વર્ડમાં જજની પત્ની અને પુત્રનું નામ લખ્યું હતું. જોકે કોઇપણ અધિકારીએ અત્યાર સુધી આ ડોટ્સની પાછળ શું રહસ્ય છે તેનો ખુલાસો કર્યો છે. હાલમાં પોલીસ બધા પાસાંઓની તપાસ કરી આ વાતની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે કે છેલ્લે આરોપીઓએ બન્નેની હત્યા કરી હતી.
વાંચવા માટે ક્લિક કરો: ક્લાસરૂમમાં ભણાવી રહ્યા હતા પ્રિન્સિપાલ, 20 વિદ્યાર્થીઓની સામે ગળુ કાપી હત્યા
શું છે સમગ્ર ઘટના
ગુરૂગ્રામના ભીડ-ભાડવાળા એક બજારમાં અંગત સુરક્ષા ગાર્ડે કથિત રૂપથી ગોળી માર્યા બાદ ઇજાગ્રસ્ત થયેલી એક ન્યાયધીશની પત્નીનું મોત થઇ ગયું હતું, જ્યારે તેમની 18 વર્ષના પુત્રને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. એડિશનલ સેશન્સ જજ કૃષ્ણ કાંતની પત્ની રિતુ (45) અને પુત્ર ધ્રુવ (18) શનિવારે આર્કેડિયા માર્કેટમાં ખરીદી માટે ગયા હતા. ત્યારે તેમના અંગત સુરક્ષા ગાર્ડ મહિપાલે તેમને ગોળી મારી દીધી હતી. બન્નેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ગુરૂગ્રામ સિવિલ હોસ્પિટલના એક અધિકારી પવન ચૌધરીએ રિતુની મોત થયાની પુષ્ટી કરી હતી.
તપાસ માટે એસઆઇટીની રચના
પોલીસે આ મામલે તપાસ કરવા માટે એસઆઇટીની રચના કરી છે. તપાસ ટીમ સાથે જોડાયેલા વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહિપાલ સતત તેનું નિવેદન બદલી રહ્યો છે અને સવાલ પુછવા પર તે ગુસ્સે થઇ જાય છે. તેની અંગત, પારિવારિક સમસ્યાને લઇને ડિપ્રેશનમાં છે. પોલીસે જણાવ્યું કે ગોળીબારની આ ઘટના શનિવારે બપોરે લગભગ 3:30 વાગ્યે થઇ હતી. આરોપીએ પ્રાથમિક પુછપરછ બાદ પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું કે હરિયાણા પોલીસનો એક હેડ કોન્સટેબલ છે અને ગત બે વર્ષથી જજની અંગત સુરક્ષા ગાર્ડના રૂપમાં તૈનાત હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ પાછલા કેટલા દિવસોથી ઘર જવા માટે રજા માંગી રહ્યા હતા જે તેને આપવામાં આવતી ન હતી. કદાચ આ કારણે તે ડિપ્રેશનમાં હતો.
વાંચવા માટે ક્લિક કરો: કોંગ્રેસ અને આપના ખજાના તળિયાઝાટક, ઘર-ઘર જઈને માંગશે રૂપિયા
ગત ચાર દિવસથી ઉંધ લીધી નથી આરોપીએ
ડીએસપી સુલોચના ગજરાજના જણાવ્યા અનુસાર, આરોપી મહિપાલ યાદવ ગત ચાર દિવસથી સારી રીતે ઉંઘ લીધી ન હતી. પરંતુ કેમ સુઇ શક્યો ન હતો તેનો જવાબ આરોપીએ સંતોષજનક આપી શક્યો ન હતો. તે સતત પોતાનું નિવેદન બદલી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી માનસિક રૂપથી બીમાર છે. જેની કોઇ મેડિકલ હિસ્ટ્રી નથી અને ના તે કોઇ કાસ દવાનું સેવન કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે