Gyanvapi Masjid Video: જ્યાંથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો તે વઝુખાનાનો નવો વીડિયો આવ્યો સામે, આ વસ્તુઓ જોવા મળી
વીડિયોની શરૂઆતમાં જાળીનો એક ગેટ છે અને બીજી બાજુ નંદી જોવા મળે છે. જ્યારે જાળીની એક બાજુ મસ્જિદનો એ ભાગ જોવા મળે છે જ્યાંથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો છે.
Trending Photos
Gyanvapi Masjid Video: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં હાલમાં જ સરવે હાથ ધરાયો અને સરવેના ત્રીજા અને અંતિમ દિવસે મસ્જિદના વઝુખાનામાંથી શિવલિંગ મળ્યાનો હિન્દુ પક્ષ દ્વારા દાવો કરાયો છે. હિન્દુ પક્ષનો એવો દાવો છે કે સરવે અને વીડિયોગ્રાફીથી આશા કરતા પણ વધુ પુરાવા મળી આવ્યા છે. બીજી બાજુ મુસ્લિમ પક્ષે પણ દાવો કર્યો છે કે એવું કઈ મળ્યું નથી. જે શિવલિંગ હોવાનો દાવો કરાયો છે તે એક ફૂવારો છે. આ બધા વચ્ચે ગઈ કાલે મસ્જિદની અંદરની જે જગ્યાએથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો છે ત્યાંનો જૂનો વીડિયો વાયરલ થયો હતો. હવે બીજો એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો આ વીડિયો એક વર્ષ જૂનો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોની શરૂઆતમાં જાળીનો એક ગેટ છે અને બીજી બાજુ નંદી જોવા મળે છે. જ્યારે જાળીની એક બાજુ મસ્જિદનો એ ભાગ જોવા મળે છે જ્યાંથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો છે. એટલે કે વઝુખાનાનો ભાગ છે. જ્યારે જાળીની બીજી બાજુ એ જ લાઈનમાં નંદી દેખાય છે. સરવેનો રિપોર્ટ હાલ તૈયાર થઈ ગયો છે જેને બે દિવસમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો છે.
वाराणसी के ज्ञानवापी मस्जिद का एक कथित पुराना वीडियो वायरल हो रहा है. इस वीडियो में वजूखाने के सामने बैठे नंदी और दूसरी तरफ वजूखाने को देखा जा सकता है#GyanvapiMosque #GyanvapiSurvey #GyanvapiVideo #ViralVideo https://t.co/xKlkVcEbCu pic.twitter.com/HOdkTGLFUu
— India.com (हिन्दी) (@IndiacomNews) May 18, 2022
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં લોઢાની જાળીની એક બાજુ નંદી મહારાજ અને બીજી બાજુ વઝુખાનાનો ભાગ એમ જોવા મળી રહ્યું છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેના વિશે સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહનું કહેવું છે કે વીડિયો જ્ઞાનવાપી મસ્જિદના વઝૂખાનાનો જ છે પરંતુ ક્યારનો છે તે અંગે જાણકારી આપવાની ના પાડી દીધી. પરંતુ તેમણે ચોક્કસપણે કહ્યું કે આ વીડિયો વઝૂખાનાનો જ છે.
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે જ્ઞાનવાપી મામલે સુનાવણી થઈ હતી અને કોર્ટે વારાણસીના જિલ્લાધિકારીને જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી પરિસરની અંદર જે જ્ગ્યાએથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો છે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે. જો કે કોર્ટે સાથે મુસ્લિમ સમુદાયના લોકોને નમાજ અદા કરવા અને ધાર્મિક રસ્મો નિભાવવાની પણ મંજૂરી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે