પીએમ મોદીએ યુવાવસ્થામાં 'જગત જનની'ના નામે લખ્યા હતા પત્ર, હવે આવશે તેની બુક


યુવાવસ્થામાં મોદી સુતા પહેલા દરરોજ રાત્રે જગત જનનીને એક પત્ર લખતા હતા. પત્રના વિષય અલગ અલગ હતા. ક્યારેક તે દુખ અને ખુશી વિશે હોય તો ક્યારેક યાદો વિશે. 
 

પીએમ મોદીએ યુવાવસ્થામાં 'જગત જનની'ના નામે લખ્યા હતા પત્ર, હવે આવશે તેની બુક

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના યુવાની કાળમાં દરરોજ પોતાના માતાના નામે પત્ર લખીને સુતા હતા. તેઓ પોતાના પત્રમાં માતાને 'જગત જનની' બોલાવતા અને તેમના નામે દરરોજ સુતા પહેલા પત્ર જરૂર લખતા હતા. મોદી આમ તો આ પત્રોને બાદમાં ફાડી કે સળગાવી દેતા હતા, પરંતુ એક ડાયરી બચી ગઈ છે જેને હવે એક પુસ્તકનું રૂપ આપવામાં આવી રહ્યું છે. 

જાણીતા પ્રકાશક હાર્પરકોલિન્સ ઇન્ડિયા આ પુસ્તકને પ્રકાશિત કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યુ કે, જાણીતા ફિલ્મ આલોચક ભાવના સોમૈયા દ્વારા ગુજરાતી ભાષાથી અનુવાદિત 'લેટર્સ ટૂ મધર'ની ઈ-બુક અને પુસ્તકના રૂપમાં વિમોચન કરવામાં આવશે. આ પત્ર 1986માં લખેલી પીએમ મોદીની ડાયરીમાંથી લેવામાં આવ્યા છે. 

હાર્પરકોલિન્સ ઇન્ડિયાએ મોદીના હવાલાથી એક નિવેદનમાં કહ્યુ, 'આ સાહિત્યિક લેખનનો પ્રયત્ન નથી, આ પુસ્તકમાં સામેલ અંશ મારી નજર અને ક્યારેક-ક્યારેક કાપી-હટાવી કરવામાં આવેલા વિચારોનું પ્રતિબિંબ છે.' તેમણે કહ્યુ, હું લેખક નથી, આપણામાંથી મોટા ભાગના લોકો લેખક નથી, પરંતુ બધા કોઈ વિચાર અભિવ્યક્તિ કરે છે અને જ્યારે બધુ રેડવાની ઇચ્છા તીવ્ર થાય છે તો કલમ અને કાગળ ઉઠાવવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. લેખન જરૂરી નથી પરંતુ આત્માવલોકન અને તે જણાવવવું જરૂરી છે કે દિલ અને મગજમાં શું ચાલી રહ્યું છે. 

યુવાવસ્થામાં મોદી સુતા પહેલા દરરોજ રાત્રે જગત જનનીને એક પત્ર લખતા હતા. પત્રના વિષય અલગ અલગ હતા. ક્યારેક તે દુખ અને ખુશી વિશે હોય તો ક્યારેક યાદો વિશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, મોદીના લેખનમાં નૌજવાનનો ઉત્સાહ અને પરિવર્તન લાવવાનું જનૂન છે, પરંતુ દર મહિના બાદ પત્રોને ફાડી દેતા હતા અને તેમને સળગાવી દેતા હતા. પરંતુ 1986માં લખેલી એક ડાયરીના પાના બચી ગયા હતા. હવે તે પ્રથમવાર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.

સોમૈયા અનુસાર મોદીના લેખનમાં ભાવનાત્મકતાનો પુલ છે. તેઓ કહે છે કે, તેમાં એક આવેગ છે, ધીરે-ધીરે બેચેની વધે છે તેને તેમણે છુપાવી નથી અને આ તેનું આકર્ષણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news