Haryana Cabinet Expansion: મનોહર લાલ ખટ્ટરની સરકારમાં નવા બે મંત્રી સામેલ

Haryana Cabinet Expansion: મનોહર લાલ ખટ્ટર સરકારમાં (Manohar Lal Khattar) ભાજપમાંથી કમલ ગુપ્તા અને JJPમાંથી દેવેન્દ્ર બબલી (Devender Singh Babli) ને મંત્રી બનાવવામાં આવ્યા છે. 

Haryana Cabinet Expansion: મનોહર લાલ ખટ્ટરની સરકારમાં નવા બે મંત્રી સામેલ

ચંદીગઢઃ હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરની સરકારમાં બે નવા મંત્રીઓએ મંગળવારે શપથ લીધા છે. ખટ્ટર સરકારના મંત્રીમંડળમાં ભાજપના કમલ ગુપ્તા અને જજપાના દેવેન્દ્ર સિંહ બબલીએ મંત્રીના રૂપમાં શપથ લીધા છે. જ્યાં ગુપ્તાએ સંસ્કૃતમાં તો બબલીએ હિન્દીમાં શપથ લીધા છે. બે નવા મંત્રીઓ સામેલ થયા બાદ ખટ્ટર સરકારના મંત્રીમંડળની સંખ્યા 14 થઈ ગઈ છે. હરિયાણામાં ખટ્ટર સરકારને બે વર્ષ થયા છે અને આ તેમનો બીજો મંત્રીમંડળ વિસ્તાર છે. આ પહેલા 14 નવેમ્બરે પણ મંત્રીમંડળનો વિસ્તાર થયો હતો.

હરિયાણાના રાજભવનમાં 28 ડિસેમ્બરે સાંજે ચાર કલાકે એક સમારોહમાં નવા મંત્રીને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા છે. શપથ લેનારમાં ભાજપના હિસાર સીટથી ધારાસભ્ય ડો. કમલ ગુપ્તા અને જનનાયક જનતા પાર્ટીના ટોહાના સીટથી ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ બબલી છે. રાજ્યપાત બંડારૂ દત્તાત્રેયે અહીં હરિયાણા રાજભવનમાં આયોજીત એક સમારોહમાં તેમને શપથ અપાવ્યા હતા. આ અવસર પર ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. નવા બે મંત્રી સામેલ થયા બાદ હરિયાણા મંત્રીમંડળમાં 14 મંત્રીઓ થઈ ગયા છે. આ પહેલા 27 ઓક્ટોબર 2019ના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ કર્યા બાદ નવેમ્બર 2019માં 10 ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. 

મંગળવારે કેબિનેટ વિસ્તાર બાદ ભાજપની પાસે મુખ્યમંત્રી સહિત 10 મંત્રી છે, અને જજપાની પાસે નાયબ મુખ્યમંત્રી સહિત ત્રણ મંત્રી છે, જ્યારે રણજીત સિંહ ચૌટાલા અપક્ષ ધારાસભ્ય છે, જેને મંત્રીના રૂપમાં સામેલ કરવામાં આવ્યા છે. 

નોંધનીય છે કે ઓક્ટોબર 2019ની ચૂંટણીમાં ભાજપને 90 વિધાનસભા સીટમાંથી 40 સીટ મળી હતી, પરંતુ પાર્ટી બહુમતથી દૂર રહી હતી. ત્યારબાદ તેણે જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યુ, જેના 10 ધારાસભ્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news