સુશાંત સિંહના પિતા અને બહેન સાથે CM ખટ્ટરે કરી મુલાકાત, કહ્યું- જરૂર મળશે ન્યાય


સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસની તપાસને લઈને બિહાર અને મહારાષ્ટ્રની પોલીસ વચ્ચે ખેંચતાણ ચાલી હતી. પરંતુ હવે મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે. 

સુશાંત સિંહના પિતા અને બહેન સાથે  CM ખટ્ટરે કરી મુલાકાત, કહ્યું- જરૂર મળશે ન્યાય

ફરીદાબાદઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Chief Minister Manohar Lal Khattar)એ સુશાંત સિંહ રાજપૂતના પિતા અને તેમના બહેન રાની સિંહ સાથે અહીં મુલાકાત કરી હતી. સુશાંતના પિતાને સાંત્વના આપતા સીએમ અટ્ટરે વિશ્વાસ અપાવ્યો કે, આ મામલો સીબીઆઈને ટ્રાન્સફર થયા બાદ તેમને ન્યાય જરૂર મળશે. સુશાંત સિંહના જીજાજી ઓપી સિંગ ફરીદાબાદના પોલીસ કમિશનર છે. 

મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસની તપાસને લઈને બિહાર અને મહારાષ્ટ્રની પોલીસ વચ્ચે ખેંચતાણ ચાલી હતી. પરંતુ હવે મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર તેનો વિરોધ કરી રહી છે. આ બાબતે સુપ્રીમ કોર્ટમાં જવાબ પણ આપવામાં આવ્યો છે. 

मैं परिजनों को आश्वस्त करता हूँ कि यह मामला CBI को ट्रांसफर होने के बाद उन्हें अवश्य न्याय मिलेगा। pic.twitter.com/KZOxsN888t

— Manohar Lal (@mlkhattar) August 8, 2020

મહારાષ્ટ્ર સરકારે સીલ બંધ કવરમાં તપાસનો પ્રગતિ રિપોર્ટ કોર્ટમાં દાખલ કર્યો છે. સુપ્રીમમાં દાખલ કરેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે બિહાર સરકારની પાસે માત્ર ઝીરો એફઆઈઆર દાખલ કરવાનો અધિકાર હતો. તેણે એફઆઈઆર દાખલ કરવા માટે અમારી પાસે મોકલવા જોઈએ. 

બિહાર પોલીસે સીબીઆઈને સોંપ્યા સુશાંત સિંહ કેસ સાથે જોડાયેલા દસ્તાવેજૉ
બીજીતરફ બિહાર પોલીસે સીબીઆઈને સુશાંત કેસ સાથે જોડાયેલા બધા દસ્તાવેજ સોંપી દીધા છે. તો સુબીઆઈએ સુશાંત સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટને બિહાર પોલીસને પણ પક્ષકાર બનાવવાની માગ કરી છે. મહત્વનું છે કે સુશાંતના પિતા કેકે સિંહે અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનામાં એક એફઆઈઆર નોંધાવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news