શું હવે કિરાણાની દુકાન પર મળશે દવાઓ? શું દવાઓ અંગે બદલાઈ રહ્યાં છે નિયમો?
OTC Drug Policy Rule: સામાન્ય રીતે આપણે મેડિકલમાંથી દવાઓ લેતા હોઈએ છીએ. જેનું પ્રિસ્ક્રિપ્શન ડોક્ટર દ્વારા લખીને આપવામાં આવતું હોય છે. પણ હાલ ચર્ચા એવી ઉભી થઈ છે કે મેડિકલની સાથો-સાથ હવે કિરાણાની દુકાન પર પણ દવાઓ મળતી થશે. શું ખરેખર બદલાઈ રહ્યાં છે નિયમો?
Trending Photos
Over The Counter Drug Policy: ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ દવાઓ ઓવર ધ કાઉન્ટર (OTC) સૂચિમાં આવે છે. ચાલો જાણીએ કે સ્પેશિયલ કમિટી કયા નિયમો બનાવવા પર વિચાર કરી રહી છે. શું ખરેખર હવે કરિયાણાની દુકાનો પર પણ દવા ઉપલબ્ધ થશે? શા માટે ઉભી થઈ છે આવી ચર્ચા એ પણ જાણીએ.
શું ખાંસી, શરદી અને તાવની દવાઓ ભારતમાં જનરલ સ્ટોર્સ પર ઉપલબ્ધ હોવી જોઈએ જેમ કે અન્ય ઘણા દેશોમાં છે? ભારત સરકાર દ્વારા રચાયેલી સમિતિ આ અંગે વિચારણા કરી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. OTC એટલે કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ પોલિસીમાં આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ વિચાર કરવામાં આવી રહ્યો છે જેથી ખાંસી, શરદી અને તાવની દવા ગામડાઓમાં લોકો સુધી સરળતાથી પહોંચી શકે. આ માટે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી.
OTC દવા કયા દેશોમાં પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ છે?
TOI માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, અમેરિકા જેવા ઘણા દેશો સામાન્ય સ્ટોર્સમાં પણ શરદી અને તાવ જેવી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણની મંજૂરી આપે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની ઓવર ધ કાઉન્ટર ડ્રગ પોલિસીને જોતા કેટલાક નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે ગામડાઓમાં રહેતી વસ્તીને ધ્યાનમાં રાખીને પોલિસીમાં ફેરફાર કરવો જોઈએ. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
OTC દવાઓ શું છે?
નોંધનીય છે કે ઓવર ધ કાઉન્ટર દવાઓમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેમના વર્ગીકરણ અને ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા છે.
જનરલ સ્ટોર પર દવા મળશે?
તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે ભારતની OTC દવા નીતિ તૈયાર કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરી હતી. કમિટીએ તાજેતરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય તેવી દવાઓની પ્રથમ યાદી સુપરત કરી છે, ત્યારબાદ સોમવારે ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી.
ભારતમાં શું નિયમો છે?
માહિતી અનુસાર, ભારતમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓ માટે નિયમો છે પરંતુ પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી દવાઓ માટે કોઈ માર્ગદર્શિકા અથવા સૂચિ નથી. દવાને ઓટીસી ગણવામાં આવે છે સિવાય કે તેનું વિશિષ્ટ રીતે પ્રિસ્ક્રિપ્શન-ઓન્લી ડ્રગ તરીકે વર્ણન કરવામાં આવે. આ પહેલીવાર છે જ્યારે OTC વિશે આ રીતે વિચારવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે