ગાંધીજી અંગે અપમાનિત નિવેદન બાદ ઈન્દ્રનીલે કહ્યું ઈતિહાસમાં લખાયેલાં છે આ શબ્દો
Loksaha Election 2024: રાહુલ ગાંધીની સરખાણી કરવા જતા રાજકોટના કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યું મહાત્માગાંધીનું અપમાન કર્યું. બાપુના અપમાન બાદ હવે ઈન્દ્રનીલે કહ્યું આ મારા શબ્દો નથી, એ તો ચોપડીમાં લખેલું હતું.
Trending Photos
- રાજકોટ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુના વિવાદિત નિવેદનનો મામલો
- ઈન્દ્રનીલ રાજ્યગુરુ પોતાની ટિપ્પણી મામલો કર્યો ખુલાસો
- ઈન્દ્રનીલે કહ્યું અંગ્રેજોનો સમયમાં ગાંધીજી માટે અપપ્રચાર થયો
- હાલ રાહુલ ગાંધી માટે થઈ રહ્યો છે અપપ્રચાર
- મારું નિવેદન ગાંધીજીના પુસ્તકો પર આધારિત છેઃ ઈન્દ્રનીલ રાજ્યગુરુ
Loksaha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. હવે લોકસભાની ચૂંટણીની મતદાન માટે રાજકીય પક્ષો પણ પુરજોશ પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે પ્રચાર પ્રસારની લ્હાયમાં ઘણીવાર નેતાઓ ના બોલવાનું પણ બોલી જતા હોય છે. કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્ય ગુરુએ પણ કંઈક આવું જ કર્યું છે. તેમણે ગાંધીજી વિશે વિવાદિત નિવેદન આપતા માહોલ ગરમાયો.
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત સહિત દેશભરમાં હાલ રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે નેતાઓ પોતાનો એકડો સાચો હોવાનું દર્શાવવા માટે બીજા પર કિચડ ઉછાડવાનું પણ ચુકતા નથી. રાજકોટથી કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કંઈક આવું જ કર્યું. વર્ષોથી કોંગ્રેસ પોતાને ગાંધીવાદી પક્ષ તરીકે દર્શાવતો આવ્યો છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના જ દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીને પાનો ચઢાવવાની લ્હાયમાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અંગે આપ્યું આપત્તી અને અપમાનજનક નિવેદન. આ નિવેદનને કારણે એક નવો વિવાદ છેડાયો છે.
ગાંધીજી વિશે અપશબ્દો કહી ઈન્દ્રનીલે છેડ્યો વિવાદઃ
ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં હાલ લોકસભાની ચૂંટણીઓનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોંટીનું જોર લગાવી રહી છે. ગઈ કાલે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી માટે મળેલી પ્રચાર સભા યોજાઇ હતી જેમાં કોંગ્રેસનાં નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ રાહુલ ગાંધીના વખાણ કરતા રાહુલ ગાંધીને ગાંધીજી સાથે સરખાવ્યા હતા એટલું જ નહી પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજી વિશે અપશબ્દો કહ્યાં હતા. આમ તેમણે ગાંધીજી વિશે વિવાદાસ્પદ નિવેદન કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે. આ મામલે તેમનો વિરોધ થતા તેમને સ્પષ્તા કરી છે તેમને કહ્યુ કે, આ તેમના શબ્દો નથી પરંતુ ઈતિહાસમા લખાયેલા શબ્દો છે. આમ તેઓ પોતાના નિવેદન કાયમ જ રહ્યા હતા.
ગાંધીજી વિશે ટિપ્પણી કર્યા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું આતો ઈતિહાસમાં લખાયેલું છેઃ
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યુ કે, મે જે વાત કરી છે તે ઈતિહાસમાં લખાયેલી વાત છે મારા શબ્દો નથી, પુસ્તકોને ઉથલાવીને કોઈ જોવે તો ખ્યાલ આવશે. મેં નવી વાત તે કરી છે. અંગ્રેજો સામે જે દ્રઢતાથી, નિડરતાથી, સત્યાગ્રહથી ગાંધીજી લડ્યા હતા આજે અંગ્રેજોની જેમ ભાગ પાડો અને રાજ કરોની નીતિ અને નરેન્દ્રમોદીની આગેવાનીમાં લકસાહીને ખતમ કરવાની જે વાત કરી રહ્યુ છે. ત્યારે તેની સામે રાહુલ ગાંધી ગાંધીજી જેવી મજબુતાઈથી લડી રહ્યા છે. આવતા દિવસોમાં લોકો રાહુલ ગાંધીમાં ગાંધીજીને જોશે.
ગાંધીજી માટે લુચ્ચા જેવો શબ્દ વાપરવા અંગે શું કહ્યુ?
વધુમા તેમને ગાંધીજી માટે લુચ્ચા જેવો શબ્દ વાપરવા અંગે કહ્યુ કે, જે શબ્દ વાપર્યો છે તેનો ચતુરાઈ પર્યાય છે. આ હુ નથી બોલ્યો આ તેમના ગ્રંથો અને પુસ્તકો મેં વાત્યા છે. રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંવાદોને ટાંકીને લેવાયેલા શબ્દો છે. આ ક્યા પુસ્તકમાં વાચ્યું છે તે યાદ નથી પરંતુ મે ઈતિહાસને વાગોળ્યો છે મારા પોતાના શબ્દો નથી.
'લોકોને રાહુલ ગાંધીના ચહેરામાં ગાંધીજી દેખાશે'
આ દેશ ફરીથી કોઈ ગાંધીને જોશે તો, આજે રાહુલ ગાંધી જે દ્રઢતાથી લડી રહ્યા છે ગાંધીજીને પણ કોંગ્રેસ સાથે ઈશ્યુ થયા હતા રાહુલ ગાંધીને પણ થાય છે બંન્ને દેશ હિતની વાત આવે ત્યારે બંન્ને પક્ષાપક્ષીથી ઉપર રહીને અને દેશહીતની વાત હિમ્મત અને દ્રઢતાથી કરનારા હોય. આજે નરેન્દ્ર મોદીના રાજમાં દબાવની રાજનીતિ સામે કોઈ અડીખમ બોલી રહ્યુ હોય તો તે રાહુલ ગાંધી છે આવનારા દિવસોમાં લોકોને રાહુલ ગાંધીના ચહેરામાં ગાંધીજી તમને દેખાશે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજી વિશે શું કહ્યું હતુ?
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યુ હતુ કે, મને ખાતરી છે કે, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો તે રાહુલ ગાંધી હશે. ગાંધીજીમાં તો ક્યાંય કંઈક દોષ હતો, રાહુલ ગાંધી તો સંપૂર્ણપણે નિખાલસ માણસ છે. અહીં ગાંધીજી અંગે ઈન્દ્રનીલે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો એ કરી શકાય તેમ નથી. વધુમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતુંકે, રાહુલ ગાંધી એક સાચો માણસ છે, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. રાહુલ ગાંધીના સ્વરૂપમાં દેશને ફરી એકવાર ગાંધીજી જોવા મળશે.
અશોક ગાંગરના ભાજપમાં જોડાવવા અંગે શું કહ્યું?
અશોક ગાંગર અત્યારે ભાજપમા જોડાયા તે અંગે તેમને કહ્યું કે, સારુ છે આ શુભ ચિન્હ છે 2012માં તે ગયા ત્યારે હું ધારાસભ્ય બન્યો હતો. અને આજે તેઓ ફરી જઈ રહ્યા છે એટલે તેનો મતલબ તે થાય છે કે, અમારી લોકસભાની સીટ આવી રહી છે. કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા લોકોની જુરુર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે