કર્ણાટક સંકટ પર SCએ કહ્યું, બાગી ધારાસભ્યો અંગે સ્પીકર નિર્ણય લે
કર્ણાટકના સંકટને લઈને 15 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રિમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, સ્પીકર બાગી ધારાસભ્યો અંગે નિર્ણય લે. જોકે, કોર્ટે તેના માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી કરી. સાથે જ કોર્ટે ગુરુવારે વિશ્વાસમત મેળવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે, ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકરનો નિર્ણય આવ્યા બાદ જ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે. આ રીતે હાલ કોંગ્રેસ અને જેડીએસની સરકારને થોડી રાહત મળી છે.
Trending Photos
નવી દિલ્હી :કર્ણાટકના સંકટને લઈને 15 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રિમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, સ્પીકર બાગી ધારાસભ્યો અંગે નિર્ણય લે. જોકે, કોર્ટે તેના માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી કરી. સાથે જ કોર્ટે ગુરુવારે વિશ્વાસમત મેળવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે, ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકરનો નિર્ણય આવ્યા બાદ જ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે. આ રીતે હાલ કોંગ્રેસ અને જેડીએસની સરકારને થોડી રાહત મળી છે.
નિર્ણય આપતા કોર્ટે કહ્યું કે, આપણે આ કિસ્સામાં સંવિધાનિક બેલેન્સ જાળવી રાખવાનું છે. કોર્ટે કહ્યું કે, સ્પીકર 15 બાગી ધારાસભ્યો પર પોતાના અનુસાર વિચાર કરે. સ્પીકર ખુદનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. તેમને સમયમર્યાદાની અંદર નિર્ણય લેવા માટે બાંધી ન શકાય. કર્ણાટક સરકારને ઝટકો આપતા સીજેઆઈએ કહ્યું કે, 15 બાગી ધારાસભ્યોને પણ ગૃહની કાર્યવાહીનો ભાગ બનવા માટે બાંધી ન શકાય.
આ પહેલા મંગળવારે જ્યારે કાર્યવાહી શરૂ થઈ તો બાગી ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, ધારાસભ્યોને રાજીનામા આપવાનો મૌલિક અધિકાર છે. તેના પર રોક ન લગાવી શકાય. સંવિધાનિક વ્યવસ્થા અનુસરા, રાજીનામુ તરત સ્વીકારવાનુ રહેશે. જ્યા સુધી તેના પર નિર્ણય નથી લેવાતો ત્યાં સુધી તેમને ગૃહમાં હાજર થવાથી છૂટ આપવામાં આવે. તેના પર વિધાનસભા સ્પીકર તરફથી દલીલ કરવામાં આવી કે, અયોગ્યતા અને રાજીનામા પર નિર્ણયનો અધિકાર સ્પીકરનો છે. જ્યા સુધી સ્પીકર પોતાનો નિર્ણય નથી આપતા, ત્યા સુધી સુપ્રીમ કોર્ટ તેમાં દખલગીરી નથી કરી શક્તું.
સુપ્રિમ કોર્ટમાં મંગળવારે સૌથી પહેલા બાગી ધારાસભ્યોના તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પોતાનો પક્ષ રાખ્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મુકુલ રોહતગીને પૂછ્યું કે, શું અત્યાર સુધી કોઈ ડેવલપમેન્ટ છે. રોહતગીએ કોર્ટને જણાવ્યું કે, 10 ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકરનો નિર્ણય લેવાનો બાકી છે, જે હજી સુધી પેન્ડિંગ છે. 10 ધારાસભ્યો પહેલા જ સ્પીકર સામે રજૂ થઈ ચૂક્યા છે.
મુકુલ રોહતગીએ કહ્યું કે, સ્પીકરની સામે ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગને લાંબી કરવી, તેમના રાજીનામા પર નિર્ણય લેવાથી નથી રોકતા એ બંને અલગ અલગ મામલા છે. મુકુલ રોહતગીએ કહ્યું કે, જો સ્પીકર આ ધારાસભ્યોના રાજીનામાનો નિર્ણય કરે છે, તો રાજ્યની સરકાર અલ્પમતમાં આવી જશે, 18 તારીખના રોજ વિશ્વાસમત છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે