ઘડીના છઠ્ઠા ભાગમાં ફટાફટ વાયરલ થઈ ICCએ શેર કરેલી પાકિસ્તાની ફેનની આ તસવીર

ક્રિકેટ ફેન્સ (Cricket fan) ની દિવાનગી ક્યારેય ઓછી થતી નથી. હાલમાં જ આવા ક્રિકેટ પ્રેમીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) આ ફેનને ફેમસ કરી દીધો. આ ફેનએ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ક્રિકેટ મેચ માટે પોતાની સુહાગરાત છોડી દીધી અને મેચ જોતી પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરને આઈસીસીએ શેર કરી છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં જ તસવીર વાયરલ થઈ ગઈ.

Updated By: Nov 8, 2019, 03:19 PM IST
ઘડીના છઠ્ઠા ભાગમાં ફટાફટ વાયરલ થઈ ICCએ શેર કરેલી પાકિસ્તાની ફેનની આ તસવીર

નવી દિલ્હી :ક્રિકેટ ફેન્સ (Cricket fan) ની દિવાનગી ક્યારેય ઓછી થતી નથી. હાલમાં જ આવા ક્રિકેટ પ્રેમીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) આ ફેનને ફેમસ કરી દીધો. આ ફેનએ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ક્રિકેટ મેચ માટે પોતાની સુહાગરાત છોડી દીધી અને મેચ જોતી પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરને આઈસીસીએ શેર કરી છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં જ તસવીર વાયરલ થઈ ગઈ.

ગિરનારના ઉતાવળિયા પરિક્રમાર્થીઓને ગીર જંગલમાં ઘૂસવુ ભારે પડ્યું, વન વિભાગે કરાવી ઉઠક-બેઠક

પાકિસ્તાનમાં નથી રહેતો આ ફેન
હકીકતમાં આ ફેન પાકિસ્તાનનો જ છે, પણ હાલમાં તે અમેરિકામાં રહે છે. હસન તસ્લીમ તેનું નામ છે. મંગળવારે બન્યું એવું કે, તેના લગ્નના દિવસે જ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સાથે રમી રહી હતી. પરંતુ હસનને આ મેચ જોવાની તક ગુમાવવી ન હતી. તેથી તેણે લગ્ન કરવાની સાથે જ મેચ જોવાનું પણ રાખ્યું. 

‘હું પાતળી બોડીથી કંટાળી ગયો છું, મમ્મી-પપ્પા સોરી...’ લખીને યુવક પંખા સાથે લટકી ગયો

હસને લગ્નની તમામ વિધી પૂરી કરી હતી, પરંતુ જ્યારે તે દુલ્હનને લઈને પોતાના ઘરે આવ્યો, તો તેના પરિવારજનોએ તેમના સ્વાગત માટે એક વિધી રાખી હતી. ત્યારે જ આ મેચ ચાલી રહી હતી. હસનને આ તક છોડવી ન હતી, અને મેચ જોવા બેસી ગયો હતો. હસનને સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતા લખ્યું કે, મારી સુહાગરાત હતી, પણ હું મેચ મિસ કરવા માંગતો ન હતો. 

શું કહ્યું આઈસીસીએ...
હસનની આ તસવીરમાં પોતાની દુલ્હન સાથે દેખાઈ રહ્યો છે. આ તસવીરમાં પાછળ ટીવી સ્ક્રીન પર મેચ ચાલી રહી છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આઈસીસીએ આ તસવીરને શેર કરવામાં જરા પણ વાર ન લગાવી. આઈસીસીએ કોમેન્ટમાં કપલ ગોલ્સને ટેગ કરતા કહ્યું કે, ‘અમને આ મેસેજ અમેરિકાના એક ફેનએ મોકલ્યો છે. આ જ ક્રિકેટ પ્રેમ છે...’

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું અને સીરિઝમાં 1-0ના સ્કોર સાથે બઢત મેળવી હતી. સીરિઝની પહેલી મેચ વરસાદને કારણે બગડી હતી.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube