હિન્દ મઝદૂર કિસાન સમિતિએ કૃષિ કાયદાનું કર્યું સમર્થન, કૃષિ મંત્રીને સોંપ્યું મેમોરેન્ડમ
રવિવારે હિન્દ મઝદૂર કિસાન સમિતિએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને ત્રણેય કૃષિ કાયદાના સમર્થનમાં મેમોરેન્ડમ સોંપ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ કૃષિ કાયદાને લઈને દેશભરમાં કિસાનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. કિસાન કેન્દ્ર સરકાર પાસે કાયદો પરત લેવાની માગ કરી રહ્યાં છે. જ્યાં એક તરફ કિસાનોએ સોમવારે ભૂખ હડતાળની જાહેરાત કરી છે તો બીજીતરફ કેટલાક કિસાન સંગઠન સરકારના સમર્થનમાં ઉતરી ગયા છે. રવિવારે હિંદ મઝદૂર કિસાન સમિતિએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને ત્રણ કૃષિ કાયદાના સમર્થનમાં આવેદન આપ્યું છે. મહત્વનું છે કે રવિવારે જ મેરઠમાં હિંદ મઝદૂર કિસાન સમિતિએ કૃષિ કાયદાના સમર્થનમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. ટ્રેક્ટર રેલી મેરઠથી શરૂ થઈને ગાઝિયાબાદ સુધી કાઢવામાં આવી હતી.
પશ્ચિમી યૂપીના કિસાનોએ કૃષિ ભવનમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી અને નવા કાયદાનું સમર્થન કરતા મેમોરેન્ડમ સોંપ્યુ હતું.
Delhi: Members of Hind Mazdoor Kisan Samiti submitted a letter to Union Agriculture Minister Narendra Singh Tomar, to extend their support the three farm laws. https://t.co/IZapv2v5GW pic.twitter.com/eyPpLxuAva
— ANI (@ANI) December 20, 2020
રાકેશ ટિકૈતની અપીલ- કિસાન દિવસ પર ન બનાવો લંચ
જ્યાં સુધી બિલ પરત લેવામાં આવશે નહીં અને એમએસપી પર કાયદો બનશે નહીં ત્યાં સુધી કિસાન અહીંથી જશે નહીં. 23 તારીખે કિસાન દિવસના મોકા પર કિસાન તમને કરી રહ્યાં છે કે એક સમયનું ભોજન ગ્રહણ ન કરો અને કિસાન આંદોલનને યાદ કરો.
કિસાનોએ 24 કલાકની ભૂખ હડતાળની કરી જાહેરાત
સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે સિંધુ બોર્ડર પર સંવાદદાતા સંમેલનમા કહ્યુ, સોમવારે તમામ પ્રદર્શન સ્થળો પર કિસાન એક દિવસની ક્રમિક ભૂખ હડતાળ કરશે. તેની શરૂઆત અહીં પ્રદર્શન સ્થળો પર 11 સભ્યોનું એક દળ કરશે. તેમણે દેશભરમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા લોકોને પ્રદર્શન સ્થળ પર એક દિવસની ભૂખ હડતાળ કરવાનું આહ્વાન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે