J&K: ગૃહમંત્રી અમિત શાહની શ્રીનગરમાં સુરક્ષા મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક, શહીદના પરિજનો સાથે કરી મુલાકાત
ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહનો આ પહેલો કાશ્મીર પ્રવાસ છે.
Trending Photos
શ્રીનગર: ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજથી 3 દિવસના જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ના પ્રવાસે છે. કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહનો આ પહેલો કાશ્મીર પ્રવાસ છે.. અમિત શાહે શહીદ જવાન પરવેઝ અહેમદ ડારના પરિવાર સાથે મુલાકાત કરી. ત્યારબાદ શ્રીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક કરી. આ ઉપરાંત ગૃહમંત્રી આજે શ્રીનગરથી શારજહા વિમાન સેવાની શરૂઆત પણ કરશે.
સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા
અમિત શાહે શનિવારે રાજભવનમાં જમ્મુ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક કરી.
#WATCH Union Home Minister Amit Shah chairs security review meeting during his three-day visit to the Union Territory of Jammu and Kashmir pic.twitter.com/qtohyuXs2P
— ANI (@ANI) October 23, 2021
શહીદ ઈન્સ્પેક્ટરના પત્નીને મળ્યા
ગૃહમંત્રી શ્રીનગર પહોચ્યા બાદ જમ્મુ કાશ્મીર પોલીસમાં સીઆઈડીના શહીદ ઈન્સ્પેટ્કટર પરવેઝ અહેમદ ડારના પરિવારને મળ્યા. આ દરમિયાન શાહે ડારના પત્ની ફાતિમા અખ્તરને સરકારી નોકરી આપવાનું વચન પણ આપ્યું. અમિત શાહે શહીદ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદના પરિજનોને કહ્યું કે સમગ્ર દેશ તમારી સાથે છે. અમે હંમેશા જમ્મુ કાશ્મીર પોલીસઅને પરવેઝ અહેમદ ડારના સર્વોચ્ચ બલિદાનને યાદ રાખીશું.
.@JmuKmrPolice के शहीद जवान परवेज अहमद दार के घर जाकर उन्हें श्रद्धांजलि दी। मुझे व पूरे देश को उनकी बहादुरी पर गर्व है। उनके परिजनों से भेंट की और उनकी पत्नी को सरकारी नौकरी दी।
मोदी जी ने जो नए J&K की कल्पना की है, उसको साकार करने के लिए J&K पुलिस पूरी तन्मयता से प्रयासरत है। pic.twitter.com/Krv6CNfdJu
— Amit Shah (@AmitShah) October 23, 2021
અમિત શાહે પણ ટ્વીટ કરીને કહ્યું કે શહીદ જવાન પરવેઝ અહેમદ ડારના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી. મને અને સમગ્ર દેશને તેમની બહાદુરી પર ગર્વ છે. તેમના પરિજનો સાથે મુલાકાત કરી અને તેમની પત્નીને સરકારી આપી. મોદીજીએ જે નવા જમ્મુ કાશ્મીરની કલ્પના કરી છે, તેને સાકાર કરવા માટે J&K પોલીસ પૂરેપૂરી તન્મયતાથી પ્રયત્નશીલ છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે જૂનમાં આતંકીઓએ શ્રીનગરના નૌગામ વિસ્તારમાં પોલીસ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદ ડારની હત્યા કરી હતી.
એરપોર્ટ પર ઉપરાજ્યપાલે કર્યું સ્વાગત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના પ્રવાસે જમ્મુ કાશ્મીર પહોંચ્યા. શ્રીનગર એરપોર્ટ પર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તેમનું સ્વાગત કર્યું.
Union Home Minister Amit Shah arrives in Srinagar on a three-day visit to Jammu and Kashmir to review security situation in the Union Territory pic.twitter.com/wlE7XzXoyo
— ANI (@ANI) October 23, 2021
કાશ્મીરમાં સુરક્ષા બંદોબસ્ત કડક કરાયો
જમ્મુ અને કાશ્મીર તથા અહીંના લોકો માટે આજનો દિવસ ખાસ થવા જઈ રહ્યો છે. અમિત શાહ સુરક્ષા એજન્સીઓના ઓફિસરો સાથે મહત્વની બેઠક કરશે. અમિત શાહના પ્રવાસને પગલે કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા ખુબ કડક કરવામાં આવી છે.
અનેક રીતે ખાસ છે આ પ્રવાસ
ગૃહમંત્રી અમિત શાહનો જમ્મુ કાશ્મીર પ્રવાસ અનેક રીતે ખાસ છે. પહેલું તો એ કે કાશ્મીર ખીણમાં સતત લોકોનું ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. બીજું કલમ 370 હટ્યા બાદ ગૃહમંત્રીનો આ પ્રથમ પ્રવાસ છે. અમિત શાહના પ્રવાસને લઈને જમ્મુ અને કાશ્મીરમાં ખુબ તૈયારીઓ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા ખુબ કડક કરાઈ છે.
લઘુમતીઓની સુરક્ષા માટે કરાઈ ખાસ વ્યવસ્થા
સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા કરાઈ છે. એવું લાગે છે જાણે સુરક્ષાદળોની મંજૂરી વિના તો એક પંખી પણ ફરકી શકે નહીં તો આતંકીઓની શું વિસાત? શ્રીનગરના 15 સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નિગરાણી થઈ રહી છે. આ વિસ્તારોમાં લઘુમતીઓની સંખ્યા વધુ છે. આમ તો જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ હંમેશા સતર્ક જ રહે છે. પરંતુ આ તૈયારીઓ ખાસ છે.
ગૃહમંત્રી અમિત શાહનો પ્રવાસ અને ખીણમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાને પગલે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી છે. જેની પાછળનો હેતુ એ છે કે કોઈ પણ દેશ વિરોધી હરકતને રોકી દેવામાં આવે.
ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા ગૃહમંત્રી અમિત શાહને જમ્મુ અને કાશ્મીરના હાલાતની જાણકારી આપશે. અમિત શાહ સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. અમિત શાહ આજે જે લોકોને મળશે તેમાં આઈબીના અધિકારીઓ ઉપરાંત CRPF અને NIA ના ડીજી પણ સામેલ છે. ગૃહમંત્રી પંચાયત સભ્યોની સાથે સાથે રાજકીય કાર્યકરોને પણ સંબોધિત કરશે. અમિત શાહ શ્રીનગરથી શારજહાની પહેલી ફ્લાઈટનું પણ ઉદ્ધાટન કરશે.
અમિત શાહનો જમ્મુ કાશ્મીર પ્રવાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ બને છે કારણ કે ગત એક મહિનામાં આતંકીઓએ પોતાની રણનીતિ બદલીને નાગરિકોમાં દહેશત ફેલાવવા માટે ટાર્ગેટ કિલિંગનો માર્ગ પસંદ કર્યો છે. ગત એક મહિનામાં ટાર્ગેટ કિલિંગ દ્વારા અનેક માસૂમોની હત્યા કરી દેવાઈ. તમામ પડકારો છતાં ગૃહમંત્રી અમિત શાહે વધુ મજબૂતાઈથી પોતાના પ્રવાસને લઈને સક્રિયતા દર્શાવી છે. સંદેશો સ્પષ્ટ છે કે દેશના ગૃહમંત્રી કાશ્મીરમાં ગ્રાઉન્ડ ઝીરો પર જઈને બતાવવા માંગે છે કે દેશ વિરોધી કોઈ પણ હરકતને સહન કરાશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે