Prisoners Life: કેવી હોય છે કેદીઓની જીંદગી? પગારથી માંડીને Weekly Off સુધીની A to Z માહિતી

Prisoners Life: જેલમાં સજા કાપી રહેલા કેદીઓની દિનચર્યા કેવી હોય છે તેના વિશે તમે જાણ્યું ક્યારેય?... સજા ભોગવી રહેલા જેલના કેદીઓની એવી હોય છે જિંદગી કે તેમને જીવનભર પોતાના ગુનાનો પસ્તાવો થાય છે.

Prisoners Life:  કેવી હોય છે કેદીઓની જીંદગી? પગારથી માંડીને Weekly Off સુધીની A to Z માહિતી

Jail Life: ફિલ્મોમાં તમે જેલના ઘણાં દ્રશ્યો જોયા હશે. તમને લાગતુ હશે કે વાસ્તવિક જીવનમાં પણ કેદીઓ જેલમાં આ જ રીતે રહેતા હશે. જોકે, સાચી હકીકત તેના કરતા ઘણી જુદી જ છે. ઈશ્વરને પ્રાર્થના કરજો કે જીવનમાં ક્યારેય જેલમાં ન જવું પડે, કારણકે, જેલમાં જીવન નર્ક સમાન બની જાય છે. જેલમાં સજા કાપી રહેલા કેદીઓની દિનચર્યા કેવી હોય છે તેના વિશે તમે જાણ્યું ક્યારેય?... સજા ભોગવી રહેલા જેલના કેદીઓની એવી હોય છે જિંદગી કે તેમને જીવનભર પોતાના ગુનાનો પસ્તાવો થાય છે.

સેન્ટ્રલ જેલ
દેશના દરેક રાજ્યમાં સેન્ટ્રલ જેલ હોય છે. જે કેદીને લાંબી સજા અપાઈ હોય તેવા કેદીઓને સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવે છે. 2 વર્ષથી વધુની સજા ભોગવનારા કેદીઓને સેન્ટ્રલ જેલમાં રખાય છે. દિલ્લીમાં સૌથી વધારે 16 સેન્ટ્રલ જેલ છે,  મધ્ય પ્રદેશમાં 11 જેલ આવેલી છે. મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુમાં 8 સેન્ટ્રલ જેલ છે. ગુજરાતમાં 4 સેન્ટ્રલ જેલ છે.

ડિસ્ટ્રિક્ટ જેલ
જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેન્ટ્રલ જેલ નથી ત્યા ડિસ્ટ્રિક્ટ જેલો મુખ્ય ગણાય છે. ઉત્તર પ્રદેશમાં 57, મધ્ય પ્રદેશમાં 39, મહારાષ્ટ્રમાં 28, રાજસ્થાનમાં 24, આસામમાં 22, કર્ણાટકમાં 19 અને ગુજરાતમાં 11 ડિસ્ટ્રીક્ટ જેલ આવેલી છે.

ઓપન જેલ
આ જેલ એવી છે જેમાં સૌથી ઓછું સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રખાય છે. જે કેદીઓનું તેમની સજા દરમિયાન વર્તન સુમેળભર્યુ રહ્યુ હોય અને જેમને જેલના નિયમો સંપૂર્ણ રીતે પાળ્યા હોય તે લોકો ઓપન જેલમાં રહેતા હોય છે.ઓપન જેલના કેદીઓને ખેતીવાડી સહિતના કાર્યોમાં વ્યસ્ત રાખવામાં આવે છે. ભારતમાં કેરળમાં 28 ઓગસ્ટ 1962માં સૌથી પહેલી ઓપન જેલ શરૂ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં સૌથી વધુ 29 ઓપન જેલ છે. ભારતના 17 રાજ્યોમાં ઓપન જેલ કાર્યરત છે.

મહિલા જેલ
આ જેલમાં ફકત મહિલા કેદીઓને રાખવામાં આવે છે.ભારતમાં મહિલા જેલની સંખ્યા ખૂબ જ ઓછી હોવાના કારણે મોટાભાગના કિસ્સાઓમાં અન્ય જેલમાં જ મહિલા કેદીઓને રાખવામાં આવે છે.મહારાષ્ટ્રમાં 5 તો કેરળ અને તમિલનાડુમાં 3 જેલ છે.  

સ્પેશિયલ જેલ
આ જેલમાં સુરક્ષા વ્યવસ્થાનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે. આ પ્રકારની જેલમાં ખાસ કેદીઓને રાખવામાં આવતા હોય છે. આતંકી પ્રવૃતિઓ, ગુનાહિત ઈતિહાસ ધરાવતા, ખૂબ જ હિંસક અને જેલના નિયમોને તોડ્યા હોય તેવા કેદીઓને સ્પેશિયલ જેલમાં રાખવામાં આવે છે. કેરળમાં સૌથી વધારે 16 સ્પેશિયલ જેલ છે. તમિલનાડુ,પશ્ચિમ બંગાળ,ગુજરાત, કેરળ, આસામા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સ્પેશિયલ જેલમાં મહિલા કેદીઓ રખાય છે.

જેલના કેદીઓને મળે છે આ પ્રકારનો ખોરાક
ફિલ્મોમાં તમે જોયું હશે કે જેલના કેદીઓની થાળીમાં બે સૂકી રોટલી, થોડી સબ્જી અને એલ્યુમિનિયમના મગમાં પાણી હોય. આ તો ફિલ્મની વાત થઈ શું ખરેખર કેદીઓને તે જ રીતે ભોજન અપાય છે? ભારતમાં જેલોનું મેનેજમેન્ટ રાજ્ય સરકાર પાસે છે. NCRBના રેકોર્ડ પ્રમાણે રાજ્ય સરકાર પ્રતિ કેદી પાછળ 52.42 રૂપિયા ખર્ચે છે. સવારના નાસ્તા સાથે બે ટાઈમનું ખાવાનું આપવામાં આવશે. 

જમ્મુ-કાશ્મીર અને નાગાલેન્ડની સરકાર કેદીઓ પર સૌથી વધારે ખર્ચ કરે છે તો દિલ્લી, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશની સરકાર કેદીઓ પર સૌથી ઓછો ખર્ચ કરે છે.હોમ મિનિસ્ટ્રીએ મોડલ પ્રીઝમ મેન્યુઅલમાં ગાઈડલાઈન છે કે પુરૂષ કેદીને 2,320 કેલેરી અને મહિલાઓને 1,900 કેલેરી રોજની મળવી જોઈએ. કેદીઓને જે ખાવાનું મળે છે તેની ગુણવત્તા તેટલી સારી હોતી નથી.  પાતળી દાળ, ચાર રોટલી અને થોડા ભાત તેમને મળે છે. કેદીઓને બહારથી ખાવવાનું મંગાવવું હોય તો ખાસ પરવાનગી લેવી પડે છે. જો કેદીને પરવાનગી મળે તો પણ તે મર્યાદિત ભોજન જ મંગાવી શકે છે. 

ઘણીવાર બપોરના ભોજનનું ખાવાનું ભોજન બચે છે તે ભોજન રાત્રે આપી દેવામાં આવે છે. રવિવારે કેદીઓને રાહત મળે છે. રવિવારના દિવસે કેદીઓને ભોજનમાં પનીરનું શાક, કઢી કે રાજમાં અપાતા હોય છે. તિહાડ જેલમાં બેકરી પણ ચાલે છે. આ બેકરીમાં બજાર કરતા પણ સારી વસ્તુઓ મળે છે. તિહાડ જેલમાં કેન્ટીન પણ છે જ્યાથી કેદી ખાવાનું ખરીદી શકે છે. 

કેદી તેના ઘરેથી દર મહિને 2 હજાર રૂપિયા મંગાવી શકે છે. કેદી જે કામ કરે છે તેના પણ તેને રૂપિયા મળે છે અને જેનો ઉપયોગ તે ખાવાનું ખરીદવા પણ કરી શકે છે. મતલબ કે દરેક જેલમાં જુદા જુદા પ્રકારનું ખાવાનું મળે છે. કોઈ જેલમાં ઘણુ સારું ભોજન મળે તો કોઈ જેલમાં બહુ ખરાબ ખાવાનું મળે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news