Suella Braverman: ભારતીય હોવાછતાં પણ સુએલા બ્રેવરમેન દુર્વ્યવહાર કરતી રહી, હવે ઋષિ સુનકે કર્યા બરતરફ

 મંત્રી પરિષદના ફેરબદલમાં બ્રિટનના 'બોલકાં' ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેનને (Suella Braverman) કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તેમના સ્થાને વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીને બ્રિટનના નવા ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ બ્રિટિશ પીએમ ડેવિડ કેમરનને વિદેશ મંત્રી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. 'ધ ટાઈમ્સ'માં લખવામાં આવેલા એક લેખ પછી સુએલા બ્રેવરમેન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તેણે લંડન પોલીસ પર પેલેસ્ટાઈન તરફી વિરોધ કરનારાઓ પ્રત્યે ખૂબ ઉદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.
Suella Braverman: ભારતીય હોવાછતાં પણ સુએલા બ્રેવરમેન દુર્વ્યવહાર કરતી રહી, હવે ઋષિ સુનકે કર્યા બરતરફ

Suella Braverman controversial statements on India:  મંત્રી પરિષદના ફેરબદલમાં બ્રિટનના 'બોલકાં' ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેનને (Suella Braverman) કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તેમના સ્થાને વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીને બ્રિટનના નવા ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ બ્રિટિશ પીએમ ડેવિડ કેમરનને વિદેશ મંત્રી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. 'ધ ટાઈમ્સ'માં લખવામાં આવેલા એક લેખ પછી સુએલા બ્રેવરમેન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તેણે લંડન પોલીસ પર પેલેસ્ટાઈન તરફી વિરોધ કરનારાઓ પ્રત્યે ખૂબ ઉદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.

સુએલાને કેમ કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવી?
સુએલા બ્રેવરમેન (Suella Braverman) મૂળ ભારતીય મૂળની છે. તેના આર્ટિકલમાં, સુએલા બ્રેવરમેને (Suella Braverman) તેમની નારાજગી વ્યક્ત કરી હતી કે લંડન પોલીસ દળ પેલેસ્ટાઈન તરફી ભીડ દ્વારા કરવામાં આવી રહેલા પ્રદર્શનો પર ઢીલું વલણ અપનાવી રહ્યું છે. તેમણે ઇઝરાયલ અને યહૂદીઓના વિનાશના નારા લગાવનારા વિરોધીઓ સામે કડક કાર્યવાહી ન કરવા બદલ પોલીસની ટીકા કરી હતી. સુએલા બ્રેવરમેને યુદ્ધવિરામની હાકલ કરતા પેલેસ્ટિનિયન વિરોધીઓને દેશમાં નફરત ફેલાવતા ગ્રુપ તરીકે વર્ણવ્યા હતા.

પાર્ટીના સાંસદોએ કરી હતી ટીકા
તેમના આ લેખની શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા સાંસદોએ ટીકા કરી હતી. તેઓ લંડન પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા ગુસ્સે થયા હતા. આ લેખ પછી, સુએલા બ્રેવરમેનના રાજકીય ભાવિ વિશે અટકળો હતી. જો કે, આ બ્રેવરમેનનો વિવાદો સાથેનો પ્રથમ મુકાબલો નહોતો. પોતે ભારતીય મૂળની હોવા છતાં તેમણે ભારત અને ભારતીયો વિરુદ્ધ બોલીને બંને દેશો વચ્ચેના સંબંધોને બગાડવાનું કામ કર્યું છે. જે બાદ ભારતે બ્રિટન સાથે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વાતચીત બંધ કરી દીધી હતી.

બ્રેવરમેને બગાડ્યા ભારત-યુકે સંબંધો 
જોકે યુરોપિયન યુનિયનથી અલગ થયા બાદ બ્રિટનને વૈશ્વિક બજારમાં પોતાનો માલ વેચવા માટે ભારત જેવા મોટા બજારની સખત જરૂર છે. એટલા માટે ત્યાંની સરકાર ભારત સાથે એફટીએ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી વાતચીત કરી રહી છે. આ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે પીએમ મોદીના બ્રિટિશ પ્રવાસનો કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યો હતો. પરંતુ પછી સુએલા બ્રેવરમેને તે બ્રિટિશ સાપ્તાહિક ન્યૂઝ મેગેઝિનને આપી અને સમગ્ર મામલો પાટા પરથી ઉતરી ગયો.

પાટા પરથી ઉતરી ગયો હતો FTA સોદો 
સુએલાએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હું ભારત સાથે FTA અને ઓપન બોર્ડર માઈગ્રેશન પોલિસીને લઈને ખૂબ જ ચિંતિત છું. મને લાગે છે કે તેથી જ બ્રિટનના લોકોએ બ્રેક્ઝિટને મત આપ્યો નથી. જ્યારે ઈન્ટરવ્યુ લેનારએ તેમને પૂછ્યું કે શું ભારતીય વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓ માટે વિઝા ફ્લેક્સિબિલિટીનો પણ પ્રસ્તાવિત FTA સોદામાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે, તો તેમણે તેનો સ્પષ્ટ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે તેમના વિઝાની મુદત પૂરી થયા પછી પણ દેશમાં રહેતા લોકોનો સૌથી મોટો સમૂહ ભારતીયો છે (Suella Braverman controversial statements on India)) અને આ ડીલ સાથે ભારતીયોનો ધસારો વધુ વધશે.

ભારતે તરત જ જવાબી કાર્યવાહી કરી
સમાચારમાં તેમની ટિપ્પણી બાદ ભારતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, વધુ નિવેદન આપ્યા વિના, ભારતે બ્રિટન સાથે ચાલી રહેલી FTA વાટાઘાટોને ધીમી કરી દીધી હતી. બ્રિટન માટે આ એક મોટો ફટકો હતો, જે ભારત સાથે ડીલ ફાઇનલ કરીને જંગી નફો કમાવવા માંગતો હતો અને તરત જ તેની પ્રોડક્ટ્સ ભારતમાં ડમ્પ કરવા માંગતી હતી, પરંતુ ભારતના વળતા હુમલાને કારણે તેની હોડ પુરી થઈ શકી નહીં. સુએલા બ્રેવરમેનના આ નિવેદનને કારણે તત્કાલિન બ્રિટિશ પીએમ લિઝ ટ્રસને ઘણી શરમનો સામનો કરવો પડ્યો હતો અને ભારત સાથેનો સોદો પાટા પરથી ઉતરી જતાં બ્રિટનમાં તેમની ભારે ટીકા થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news