મુંબઈ: મોલમાં લાગેલી આગ બેકાબૂ, નજીકની ઈમારતમાંથી 3500 લોકોને રેસ્ક્યૂ કરાયા

નાગપાડાના સ્ટી સેન્ટર મોલમાં લાગેલી આગ 12 કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. આગ ઓલવવા માટે ફાયર વિભાગના  લગભગ 250 અધિકારીઓ અને જવાનો કામે લાગ્યા છે. હાલાત બેકાબૂ જોતા મુંબઈ ફાયર બ્રિગેડે તેને બ્રિગેડ કોલ ડિક્લેર કરી લીધી છે. 

મુંબઈ: મોલમાં લાગેલી આગ બેકાબૂ, નજીકની ઈમારતમાંથી 3500 લોકોને રેસ્ક્યૂ કરાયા

મુંબઈ: નાગપાડાના સ્ટી સેન્ટર મોલમાં લાગેલી આગ 12 કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. આગ ઓલવવા માટે ફાયર વિભાગના  લગભગ 250 અધિકારીઓ અને જવાનો કામે લાગ્યા છે. હાલાત બેકાબૂ જોતા મુંબઈ ફાયર બ્રિગેડે તેને બ્રિગેડ કોલ ડિક્લેર કરી લીધી છે. 

હાઉસિંગ સોસાયટીમાંથી 35 લોકોને બહાર કાઢવામાં આવ્યા
મળતી માહતી મુજબ મોલમાં આગની સાથે કાળો ધૂમાડો પણ નીકળી રહ્યો છે. જેના કારણે આસપાસની હાઉસિંગ સોસાયટીઓમાં રહેતા લોકોને શ્વાસની મુશ્કેલી થઈ રહી છે. હાલાત પર કાબૂ મેળવવા માટે પોલીસ અને પ્રશાસને મોલ નજીક આવેલી 55 માળની ઓર્કિડ એન્કલેવ ઈમારતને ખાલી કરાવી દીધી છે. આ બિલ્ડિંગમાં રહેતા લગભગ 3500 લોકોને ઘરમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળો પર લઈ જવાયા છે. 

मुंबई: मॉल में लगी आग काबू से बाहर हुई, पास की बिल्डिंग से 3500 लोगों का रेस्क्यू

ગુરુવારે રાતે લાગી હતી આગ
અત્રે જણાવવાનું કે ગુરુવારે રાતે 9 વાગે મોલમાં આવેલી એક મોબાઈલ શોપમાં આગ લાગી હતી. આગ ધીરે ધીરે આખા મોલમાં ફેલાઈ ગઈ. મોલમાં વેન્ટિલેશનની પૂરતી સુવિધા ન હોવાના કારણે ચારેબાજુ ધૂમાડો ભરાઈ ગયો. જે સમયે મોલમાં આગ લાગી તે વખતે ત્યાં 300 જેટલા લોકો હજાર હતાં. મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ મોલના કાચ તોડીને ઈમરજન્સી દરવાજા દ્વારા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં. 

પેટ્રોલિંગ કંપનીઓ પાસે મદદ મંગાઈ
મોલમાં લાગેલી આગ બૂઝાવવા માટે આસપાસના ફાયર સ્ટેશનની ડઝનો જેટલી ગાડીઓ કામે લાગી છે. ત્યારબાદ પણ આગ ન બૂઝાતા ફાયર ડિપાર્ટમેન્ટે હવે તેને બ્રિગેડ કોલ ડિક્લેર કરી છે. તેનો અર્થ એ છે કે આગ એટલી ભયંકર છે કે ફાયર વિભાગના કાબૂ બહાર છે અને વિભાગે આગને પહોંચી વળવા માટે એક્સપર્ટ પેટ્રોલિયમ કંપનીઓ HPCL, BPCL, BPT પાસે મદદ માંગવામાં આવી છે. મોલમાં લાગેલી આ આગને બૂઝાવવા દરમિયાન બે ફાયરકર્મી પણ ઘાયલ થયા જેમને જેજે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news