ઠંડીમાં રાતે મોજા પહેરીને સૂઈ જવાની તમને આદત છે? અત્યારે જ ચેતી જાઓ...નહીં તો ભરપેટ પસ્તાશો
ઠંડીની ઋતુમાં તમે લોકોને મોજા પહેરીને ઊંઘતા પણ જોયા હશે. પરંતુ શું તમને એ ખબર છે કે આ રીતે મોજા પહેરીને સૂઈ જવું તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. અમે તમને બતાવીએ કે મોજા પહેરીને સૂઈ જવાથી શું-શું નુકસાન થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ઠંડીની ઋતુ આવતા જ લોકો તેનાથી બચવા માટે જાત જાતના તરીકા અપનાવતા હોય છે. શરીરની ઉષ્મા જાળવી રાખવા માટે લોકો ગરમ કપડાં પહેરે છે. ઠંડીમાં કાન અને પગને ગરમ રાખવા ખુબ જરૂરી છે. કારણ કે આ બંને જગ્યાએ ઠંડીનો અહેસાસ શરીરના અન્ય ભાગો કરતા વધુ થાય છે. જેના માટે લોકો ટોપી અને મોજાનો ઉપયોગ કરે છે. ઠંડીની ઋતુમાં તમે લોકોને મોજા પહેરીને ઊંઘતા પણ જોયા હશે. પરંતુ શું તમને એ ખબર છે કે આ રીતે મોજા પહેરીને સૂઈ જવું તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. અમે તમને બતાવીએ કે મોજા પહેરીને સૂઈ જવાથી શું-શું નુકસાન થઈ શકે છે.
1. હાઈજીન સંબંધિત પરેશાનીઓ
ઠંડીની ઋતુમાં લોકો આખો દિવસ મોજા પહેરીને ફરે છે. જેનાથી મોજામાં ધૂળ અને માટી ચોંટી જાય છે. આવામાં આ મોજા પહેરીને સૂઈ જવાથી પગમાં ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે.
2. બ્લડ સર્ક્યુલેશનમાં અડચણ
મોજા પહેરીને સૂઈ જવાથી લોહીના સર્ક્યુલેશનમાં અડચણ થઈ શકે છે. જો તમે સૂતી વખતે ટાઈટ મોજા પહેરી રાખો તો તેનાથી પગમાં દબાણ મહેસૂસ થશે અને બ્લડ સર્ક્યુલેશન અટકી જવાનું જોખમ થઈ શકે છે.
3. ઓવરહીટિંગની પરેશાની
મોજા ઠંડીથી બચાવવાનું કામ તો કરે છે, પરંતુ તેને પહેરીને સૂઈ જવાથી તમને જોખમ પણ ઊભું થઈ શકે છે. હકીકતમાં જો તમારા મોજામાં હવા સરક્યુલેટ નહીં થાય તો ઓવર હીટિંગની પરેશાની થઈ શકે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
4. હ્રદય માટે પણ નુકસાનકારક
રાતે સૂતી વખતે ટાઈટ મોજા પહેરવાથી પગની નસો પર દબાણ પડે છે. જેના કારણે હાર્ટ જ્યારે લોહીને પંપ કરે તો તેને વધારે જોર આપવાની જરૂર પડે છે. જેનાથી હ્રદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
5. નસોમાં ગાંઠ પડી શકે છે
ટાઈટ મોજા પહેરીને સૂઈ જવાથી તમારા પગની નસોમાં ગાંઠ પડી જવાનું જોખમ રહે છે. હકીકતમાં ટાઈટ મોજાથી જ્યારે લોહીનું તબાણ આ નસો પર પડે છે ત્યારે તે લોહીને આગળ વધારવા માટે જગ્યા બનાવવાની કોશિશ કરે છે, જેના કારણે નસોમાં વળાંક આવે છે અને ગાંઠ પડી જવાનું જોખમ વધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે