Alert! ચક્રવાતી તોફાનને કારણે ભારે વરસાદની આગાહી, ગુજરાત સહિત 15 રાજ્યોમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી

આજે બંગાળની ખાડીથી રાજસ્થાનના રસ્તે ચોમાસુ જતું રહેશે પરંતુ તે પહેલા બંગાળની ખાડીમાં જે નવું સાઈક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે તેના કારણે ભીષણ ચક્રવાતી તોફાન ઉઠશે જેના કારણે આખા દેશમાં એકવાર ફરીથી ભારે વરસાદ જોવા મળી શકે છે.

Alert! ચક્રવાતી તોફાનને કારણે ભારે વરસાદની આગાહી, ગુજરાત સહિત 15 રાજ્યોમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી

હવે ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે. પરંતુ આ વખતે ચોમાસુ 16 દિવસ વધુ વરસી રહ્યુ છે. જો કે આજે બંગાળની ખાડીથી રાજસ્થાનના રસ્તે ચોમાસુ જતું રહેશે પરંતુ તે પહેલા બંગાળની ખાડીમાં જે નવું સાઈક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે તેના કારણે ભીષણ ચક્રવાતી તોફાન ઉઠશે જેના કારણે આખા દેશમાં એકવાર ફરીથી ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આ અઠવાડિયે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે પણ દિલ્હી એનસીઆર સહિત દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. 

ક્યાં પડી શકે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે કેરળ, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે. 

આ ઉપરાંત હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આવતી કાલે 24 સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગોવા, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક, કેરળ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ રહેશે. મધ્ય પ્રદેશમાં આજે વરસાદ પડવાના એંધાણ નથી. પરંતુ 24 સપ્ટેમ્બરે હળવો વરસાદ પડી શકે છે. 5 જિલ્લામાં ગાજવીજ અને પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી શકે છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્ય હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં  25,26,27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી વલસાડ દમણ દાદરા નગર માટે પણ ભારે વરસાદની આગાહી છે. 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news