Gujarat Heavy Rain Alert: ગુજરાતમાં અનેક ઠેકાણે 'આકાશી આફત'થી તારાજી, આજે પણ આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

IMD Weather Forecast of 19 September 2023: સપ્ટેમ્બર મહિનામાં દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્રણેય રાજ્યોના અનેક જિલ્લામાં ભીષણ વરસાદથી સ્થિતિ ખરાબ છે.

Gujarat Heavy Rain Alert: ગુજરાતમાં અનેક ઠેકાણે 'આકાશી આફત'થી તારાજી, આજે પણ આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

IMD Weather Forecast of 19 September 2023: સપ્ટેમ્બર મહિનામાં દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્રણેય રાજ્યોના અનેક જિલ્લામાં ભીષણ વરસાદથી સ્થિતિ ખરાબ છે. સતત વરસાદના કારણે નદીઓ અને નાળા ઉછાળા મારી રહ્યા છે. ખતરાને જોતા અનેક શહેરોમાં શાળા કોલેજો બંધ કરાયા છે. જ્યારે નદી કિનારેના રહેણાંક વિસ્તારોમાં લોકોને સાવધ  રહેવાની સલાહ અપાઈ છે. મુશ્કિલી  એ છે કે હવામાન ખાતાએ આ રાજ્યોમાં થોડા દિવસ બાદ ફરીથી વરસાદનું એલર્ટ જાહેર  કરેલું છે. એટલે કે ઓક્ટોબર પહેલા આકાશી આફતથી રાહત મળે તેવું લાગતું નથી. 

ગુજરાતમાં અનેક ઠેકાણે વરસાદની આગાહી
સવારથી અત્યાર સુધીમાં 242 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં  12 ઈંચ વરસાદ ખાબક્યો. 92 તાલુકાઓમાં 1થી 12 ઈંચ વરસાદ પડ્યો છે. 
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુજરાતના અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની આગાહી કરાઈ છે. બુધવારથી પૂર્વ ભારતમાં વરસાદ અને આંધી તોફાનનો દોર શરૂ થઈ શકે છે. પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની સાથે હળવાથી વ્યાપક વરસાદનું પૂર્વાનુમાન કરાયું છે. આ ઉપરાંત મંગળવારે ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના અલગ અલગ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં હળવાથી લઈને અતિભારે અને ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આજે પણ વરસાદનું જોર યથાવત રહેશે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયેલું છે. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, ગાંધીનગર જિલ્લાઓ માટે વરસાદનું યલ્લો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં પણ ધોધમાર વરસાદ પડે તેવું અનુમાન કરાયું છે. 

આ રાજ્યોમાં પણ પડશે વરસાદ
પશ્ચિમ બંગાળ અને સિક્કિમની સાથે સાથે ઝારકંડમાં પણ બુધવાર અને શુક્રવારે ભારે વરસાદ થવાની શક્યતા છે. ગંગાના તટવર્તી પશ્ચિમ બંગાળમાં સોમવારે, ગુરુવારે અને શુક્રવારે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઓડિશામાં ગુરુવાર સુધીમાં વરસાદ પડવાની શક્યતા છે. બુધવાર અને ગુરુવારે અલગ અલગ જગ્યાઓ પર ખુબ ભારે વરસાદની શક્યતા છે. બિહારમાં પણ ગુરુવાર અને શુક્રવારે ભારે વરસાદ પડી શકે છે. 

પૂર્વોત્તર ભારતમાં પણ પડશે વરસાદ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ભારતમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. શુક્રવારે અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, તથા ત્રિપુરામાં અલગ અલગ જગ્યાએ  ભારે વરસાદની શક્યતા છે. આઈએમડીના જણાવ્યાં મુજબ મધ્ય ભારતમાં હળવાથી મધ્યમ, ભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ તથા વીજળી પડવાની શક્યતા છે. છત્તીસગઢમાં બુધવાર અને શુક્રવારે અલગ અલગ જગ્યાઓ પર ભારે વરસાદની શક્યતા છે. 

મહારાષ્ટ્રમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાએ રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના પાલઘર, થાણે, પુના, મુંબઈ, રત્નાગિરિ, અને રાયગઢ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. કોંકણમાં પણ ભારે વરસાદના એંધાણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news