Rajnath Singh: ચીની સૈનિકો સાથે હાથાપાઈ થઈ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ- રાજનાથ સિંહ

Rajnath Singh on India China Border Clash: અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણને લઈને સંસદમાં વિપક્ષી સભ્યોનો હંગામો સતત ચાલુ છે અને વિપક્ષ પીએમ નરેન્દ્ર મોદી પાસેથી જવાબની માંગ પર અડગ છે. આ બધા વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સંસદમાં આ મામલે નિવેદન આપ્યું. પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં રક્ષામંત્રીએ નિવેદન આપ્યું.

Rajnath Singh: ચીની સૈનિકો સાથે હાથાપાઈ થઈ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ- રાજનાથ સિંહ

India China Faceoff: અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણને લઈને સંસદમાં વિપક્ષી સભ્યોનો હંગામો સતત ચાલુ છે અને વિપક્ષ પીએમ નરેન્દ્ર મોદી પાસેથી જવાબની માંગ પર અડગ છે. આ બધા વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સંસદમાં આ મામલે નિવેદન આપ્યું. પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં રક્ષામંત્રીએ નિવેદન આપ્યું. તેમણે સરહદ પર સ્થિતિની જાણકારી આપતા કહ્યું કે સરહદ પર ચીની સૈનિકો સાથે હાથાપાઈ થઈ. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી પરંતુ આપણા સૈનિકોએ બહાદુરી દેખાડતા તેમને પાછા ખદેડી મૂક્યા. 

રાજનાથ સિંહનું નિવેદન
અરુણાચલ પ્રદેશના તવાંગમાં તાજેતરમાં થયેલા ચીનના સૈનિકો સાથેના ઘર્ષણ મુદ્દે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે લોકસભામાં નિવેદન આપ્યું. રાજનાથ સિંહે કહ્યું કે 9 ડિસેમ્બરના રોજ PLA ટુકડીએ તવાંગ સેક્ટરના યાંગ્ત્સે વિસ્તારમાં LAC પર અતિક્રમણ કરીને યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાનો પ્રયત્ન કર્યો. ચીનના આ પ્રયત્નનો આપણી સેનાએ દ્રઢતા સાથે સામનો કર્યો. આ ઘર્ષણમાં હાથાપાઈ થઈ. ભારતીય સેનાએ  બહાદુરીથી PLA ને આપણા વિસ્તારમાં અતિક્રમણ કરતા રોકી અને તેમને તેમના કેન્દ્ર પર પાછા ફરવા માટે મજબૂર કર્યા. આ ઘર્ષણમાં બંને તરફથી કેટલાક સૈનિકોને ઈજા થઈ. 

— ANI_HindiNews (@AHindinews) December 13, 2022

કોઈ પણ સૈનિકનું મૃત્યુ થયું નથી- રાજનાથ
રાજનાથ સિંહે કહ્યું કે આ ઘટના બાદ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે 11 ડિસેમ્બર 2022ના રોજ પોતાના ચીની સમકક્ષ સાથે સ્થાપિત વ્યવસ્થા હેઠળ એક ફ્લેગ મીટિંગ કરી હતી અને આ ઘટના અંગે ચર્ચા કરી. હું આ સદનને જણાવવા માંગુ છું કે આપણા કોઈ પણ સૈનિકનું મૃત્યુ થયું નથી કે કોઈ પણ ગંભીર રીતે ઘાયલ થયા નથી. ભારતીય સૈન્ય કમાન્ડરોના સમયસર હસ્તક્ષેપના કારણે PLA સૈનિક પોતાના સ્થાનો પર પાછા જતા રહ્યા. 

તેમણે કહ્યું કે આ મુદ્દાને ચીની પક્ષ સાથે કૂટનીતિક સ્તરે પણ ઉઠાવવામાં આવ્યો છે. હું સદનને ખાતરી અપાવવા માંગુ છું કે આપણી સેનાઓ આપણી ભૌમિક અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને તેના વિરુદ્ધ કોઈ પણ પ્રયત્નને રોકવા માટે હંમેશા તત્પર છે. મને વિશ્વાસ છે કે આ સદન આપણી સેનાઓની વીરતા અને સાહસને એકસ્વરે સમર્થન આપશે. 

આ વીડિયો પણ જુઓ...

આ અગાઉ કોંગ્રેસ, આરજેડી, તૃણમૂલ કોંગ્રેસ, AAP સહિતના વિપક્ષી પાર્ટીઓના નેતાઓ રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દે તરત ચર્ચાની માગણીને લઈને નોટિસ આપી. બીજી બાજુ પીએમ મોદીએ પણ કેબિનેટ બેઠક બોલાવેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news