મૂળુબેરાની પાછળ છે કોનું મજબૂત બેકિંગ? જાણો કેમ તેઓ હોય છે મંત્રી પદ માટે પહેલી પસંદ

ખંભાળિયા બેઠક એટલાં માટે હાઈપ્રોફાઈલ માનવામાં આવતી હતી કારણકે, એ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પોતાના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીને ટિકિટ આપી હતી. ત્યારે આહિરની સાથે આહિરના જંગમાં મૂળુ બેરાએ બાજી મારી છે. આ સ્થિતિમાં મૂળુ બેરાને કેબિનેટમાં વજનદાર પદ આપવામાં આવ્યું છે. એક વાત એ પણ સામે આવી છેકે, મુખ્યમંત્રી કોઈપણ હોય પણ મૂળુ બેરાનું મંત્રી પદ નક્કી માનવામાં આવે છે.

મૂળુબેરાની પાછળ છે કોનું મજબૂત બેકિંગ? જાણો કેમ તેઓ હોય છે મંત્રી પદ માટે પહેલી પસંદ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓમાં જનતાએ ભાજપને ખોબલે ખોબલા ભરીને મત આપ્યાં છે. એ જ કારણ છેકે, ટકાવારીની દ્રષ્ટ્રીએ ઓછું મતદાન છતાંય વધારે મતો ભાજપના ખાતામાં પડ્યાં. 156 બેઠકોના રેકોર્ડ વાળી ઐતિહાસિક જીત સાથે ભાજપે ગુજરાતમાં સરકાર બનાવી. ભૂપેન્દ્ર પટેલે બીજીવાર ગુજરાતના સીએમ તરીકે શપથ લીધાં. અને તેમનું મંત્રી મંડળ પર જાહેર કરવામાં આવ્યું. મિનિમમ ગર્વમેન્ટ મેક્સિમમ ગર્વનન્સના સૂત્ર સાથે સીએમ સહિત કુલ 17 મંત્રીઓએ શપથ લીધાં. જેમાં 8 કેબિનેટ 8 રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધાં. જે પૈકી બે મંત્રીઓને વિવિધ વિભાગોનો સ્વતંત્ર પ્રભાર પણ સોંપવામાં આવ્યો. પણ આ બધામાં ઉડીને આંખો વળગે એવું એક નામ હોય તો એ છે મૂળુ બેરાનું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પર જીતીને ધારાસભ્ય બનેલાં મૂળુ બેરાને કેબિનેટ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જામ ખંભાળિયામાં જન્મેલા મૂળુભાઇ બેરાની આ સફળતા ઘણી મોટી માનવામાં આવી રહી છે. મૂળુભાઇ બેરાને નવી સરકારમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જની જવાબદારી સોપવામાં આવી છે.

ખંભાળિયા બેઠક એટલાં માટે હાઈપ્રોફાઈલ માનવામાં આવતી હતી કારણકે, એ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પોતાના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીને ટિકિટ આપી હતી. ત્યારે આહિરની સાથે આહિરના જંગમાં મૂળુ બેરાએ બાજી મારી છે. આ સ્થિતિમાં મૂળુ બેરાને કેબિનેટમાં વજનદાર પદ આપવામાં આવ્યું છે. એક વાત એ પણ સામે આવી છેકે, મુખ્યમંત્રી કોઈપણ હોય પણ મૂળુ બેરાનું મંત્રી પદ નક્કી માનવામાં આવે છે. શા માટે મૂળુ બેરા મંત્રી મંડળ માટે પ્રથમ પસંદગીને પાત્ર હોય છે એની પાછળ પણ ખાસ કારણ છે. મૂળુ બેરા પાછળ કોનું છે મજબૂત બેકિંગ તે પણ જાણવા જેવું છે. 

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ ગત વખતની તુલનામાં ઘણી નાની છે. માત્ર આઠ નેતાઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે પરંતુ તેમાંથી એક નામ એવુ છે જેમના નામ પર અનોખો સંયોગ જોવા મળે છે. દ્વારકાની ખંભાળિયા બેઠક પરથી જીતેલા મૂળુભાઇ બેરા એવા ધારાસભ્ય છે જે જેટલી વખત જીત્યા છે તેમણે મંત્રી બનવાની તક મળી છે. આ વખતે ખંભાળિયામાં કમળ ખિલાવવા પર તેમણે ઇનામ મળ્યુ છે. અહી તેમણે માત્ર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઇસુદાન ગઢવીને જ હરાવ્યા નથી પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમને ત્રીજા નંબર પર ધકેલી દીધા હતા.

મૂળુ બેરા પાછળ કોનું છે મજબૂત બેકિંગ?
આહીર જાતિમાંથી આવનારા મૂળુભાઇ બેરા ત્રણ દાયકાથી ભાજપની સાથે છે. તે દ્વારકાના છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા હોદ્દા પર રહેલા પરિમલ નથવાણીની નજીકના છે. પરિમલ નથવાણી ત્રીજી વખત રાજ્યસભાના સાંસદ છે. તે આંધ્ર પ્રદેશથી રાજ્યસભામાં છે. 2022 ચૂંટણીમાં પણ મૂળુભાઇ બેરા પરિમલ નથવાણીની મદદથી પોતાની જન્મભૂમિ પર કમળ ખિલાવવામાં સફળ રહ્યા હતા. પરિમલ નથવાણીના સહયોગથી તેમણે ગુજરાત ચૂંટણીમાં હાઇપ્રોફાઇલ બેઠક પરથી જીત મેળવવામાં સફળતા મળી છે. મૂળુભાઇ બેરાના સીધા સબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ છે. આ કારણ છે કે જ્યારે ભાજપને 156 બેઠક મળી તો મૂળુભાઇ બેરાને માત્ર મંત્રી મંડળમાં જગ્યા જ ના મળી પણ કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. પ્રવાસન, વન અને પર્યાવરણ જેવા મહત્વના વિભાગ આપવામાં આવ્યા છે. 57 વર્ષના મૂળુભાઇ બેરાએ 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે પાંચમી વખત વિભાગ સંભાળશે.

મૂળુભાઈ બેરાનો ટ્રેક રેકોર્ડઃ
મૂળુભાઇ બેરા પ્રથમ વખત 26 વર્ષની ઉંમરમાં મંત્રી બન્યા હતા. તે ખંભાળિયાથી પ્રથમ વખત જીત્યા છે. આ પહેલા તે ભાણવડ બેઠક પરથી જીતતા રહ્યા છે. મૂળુભાઇ બેરા પ્રથમ વખત 1995માં ધારાસભ્ય બન્યા હતા, ત્યારે તેમણે 1995થી લઇને 1998 સુધી સામાજિક સુરક્ષા અને સમાજ કલ્યાણ વિભાગના નાયબ મંત્રી બન્યા હતા. તે બાદ 1998થી 2001 સુધી મહેસૂલ, સિંચાઇ, પ્રાથમિક શિક્ષણ, બિન પરંપરાગત ઉર્જાના રાજ્ય મંત્રી રહ્યા હતા. 2001થી 2002 સુધી તે ખાણ અને ખનિજ વિભાગના મંત્રી બન્યા હતા. આ દરમિયાન તેમણે સ્વતંત્ર પ્રભાર મળ્યો હતો. તે બાદ મૂળુભાઇ બેરા 2004થી લઇને 2007 સુધી ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં તેમણે કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news