આશા પટેલના પક્ષપલટા બાદ ઊંઝા કોંગ્રેસમાં મોટી ઊથલપાથલ

 આશા પટેલનાં રાજીનામાં બાદ ઉંઝામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકાઇ છે. 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. કોંગ્રેસનાં 7, અપક્ષનાં 4 અને ભાજપનાં 1 સભ્યએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે દરખાસ્ત મૂકી છે. ઉલ્લેખનીય છે કે, ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ તાજેતરમાં જ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. 
આશા પટેલના પક્ષપલટા બાદ ઊંઝા કોંગ્રેસમાં મોટી ઊથલપાથલ

ઊંઝા : આશા પટેલનાં રાજીનામાં બાદ ઉંઝામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકાઇ છે. 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. કોંગ્રેસનાં 7, અપક્ષનાં 4 અને ભાજપનાં 1 સભ્યએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે દરખાસ્ત મૂકી છે. ઉલ્લેખનીય છે કે, ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ તાજેતરમાં જ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. 

મહેસાણા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપનાં 8 સભ્યોના ટેકાથી કૉંગ્રેસના સભ્યોએ પાર્ટી વિરુદ્ધ બળવો કરી પ્રમુખ વિનુભા ઝાલા અને ઉપપ્રમુખ પ્રતાપજી ચાવડા વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત આપી છે.

મહેસાણા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસમાં બે ભાગલા પડ્યા છે. એવું મનાય છે કે આશાબહેન પટેલના ભાજપમાં જવાથી મહેસાણા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસનાં કેટલાક સભ્યો બળવાખોર બન્યાં છે. આગામી સમયમાં મહેસાણા તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થાય તેવી પણ શક્યતા છે. 

કયા કોંગ્રેસીઓએ અવિશ્વાસ દરખાસ્ત મૂકી

  • સુરેશભાઈ પટેલ, લીનાબેન રાવલ, ભરતજી વાઘેલા, રવિભાઈ સુથાર, અશોકજી ઠાકોર, વનરાજસિંહ ચાવડા, ભાવનાબેન પટેલ, મંજુલાબેન પટેલ, સુશીલાબેન ઠાકોર, ભાવનાબેન ઠાકોર, કેશીબેન ઠાકોર, મુકેશભાઈ પટેલ 

અવિશ્વાસ રજૂ કરનાર ભાજપી સદસ્યો

  • રીટાબેન ચૌધરી, બળદેવભાઈ પટેલ, અમિતાબેન ગઢવી, મધુબેન ચૌધરી, કાંતાબેન ઠાકોર, અનિતાબેન ચૌધરી, ચેહરબેન ચૌધરી, હરેશકુમાર રાજપૂત 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news