તુર્કીએ કર્યું પાક.નું સમર્થન: ભારતે કુટનીતિક રીતે કાઢ્યો એવો રસ્તો કે હવે પસ્તાશે

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તયીપ એર્દોગન સંયુક્ત રાષ્ટ્રમાં સ્પષ્ટ રીતે પાકિસ્તાનનું સમર્થન કરતા જોવા મળ્યા હતા

તુર્કીએ કર્યું પાક.નું સમર્થન: ભારતે કુટનીતિક રીતે કાઢ્યો એવો રસ્તો કે હવે પસ્તાશે

નવી દિલ્હી : તુર્કીનાં રાષ્ટ્રપતિ રેસેપ તયીપ એર્દોગન સંયુક્ત રાષ્ટ્રમાં બેશક સ્પષ્ટ રીતે ભારત વિરુદ્ધ અને પાકિસ્તાનનાં સમર્થનમાં જોવા મળ્યા હતા. પરંતુ ભારત ચુપચાપ તેનાં ઘોર વિરોધી પાડોશી દેશ તથા દમદાર પ્રતિદ્વંદી સાઇપ્રસ, આર્મોનિયા અને ગ્રીસની સાથે પોાના સંબંધોને મજબુત કરી રહ્યું છે. આ પ્રકારે પાકિસ્તાનનું સમર્થન કરનારા તુર્કીને ભારતે કૂટનીતિક પદ્ધતીથી આકરો જવાબ આપ્યો છે.

J-K: રામબન ઓપરેશનમાં સૈન્ય દળોને મોટી સફળતા, ત્રણ આતંકવાદી ઠાર, બંધકો પણ સુરક્ષીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ભાષણ બાદ સાઇપ્રસનાં રાષ્ટ્રપતિ નિકોસ અનાસ્તાસીદ સાથે મુલાકાત કરી. આ દેશે સ્વતંત્રતા, સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડિતતા અને સાઇપ્રસ ગણરાજ્યની એકતા માટે ભારતનું સતત સમર્થન કર્યું છે. ભારતનું આ પગલું મહત્વપુર્ણ છે કારણ કે 1974માં તુર્કીના આક્રમણમાં પૂર્વી ભુમધ્યસાગરીય દ્વીપ વિભાજીત થઇ ગયો હતો. જેમાં અંકારાએ તેના ઉત્તરી ભાગ પર કબ્જો કરી લીધો છે. તુર્કીએ ટર્કિશ રિપબ્લિક ઓફ નોર્ધન સાઇપ્રસની સ્થાપના કરી છે, જેના કારણે આ બંન્ને પક્ષોની વચ્ચે એક લાંબા સૈન્ય અભિયાનની શરૂઆત થઇ.

પત્રકાર પરિષદમાં રડી પડ્યાં અજિત પવાર, કહ્યું પરિવારમાં કોઇ ડખો નથી
ટીઆરએનસીને આંતરરાષ્ટ્રીય માન્યતા નથી મળી અને તેા તુર્કી સાથે માત્ર રાજદ્વારી સંબંધો છે. એર્દોગને ઉત્તરી સાઇપ્રસમાં રહેલા 30 હજારથી વધારે સૈનિકોને પરત લેવાનો ઇન્કાર કરી દીધો છે. મોદીએ શુક્રવારે ગ્રીકના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ સાથે પણ મુલાકાત યોજી હતી. બેઠક બાદ મોદીએ ટ્વીટ કર્યું કે, ગ્રીસનાં વડાપ્રધાન સાથે વાતચીત કરવાની તક મળી. ભારત-ગ્રીસ સંબંધ સમયના કસોટી પર ખરા ઉતર્યા છે. અમે વ્યાપારની સાથે સાથે પોતાનાં નાગરિકોનાં લાત્ર માટે આંતરિક રીતે લોકોને સંબોધોને પણ વધારવા માટે કામ કરીશું.

સુષમા સ્વરાજની દિકરી બાંસુરીએ પૂરું કર્યું માતાનું અંતિમ વચન, જાણીને થઈ જશો ખુશ
આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સ્થિતીની સમીક્ષા કરો. તે ઉપરાંત રાજનીતિક, આર્થિક અને લોકોને આંતરિને સારા બનાવવા માટે ચર્ચા કરવામાં આવી. તુર્કી અને ગ્રીસ વચ્ચે લાંબા સમયથી તણાવ સંબંધ રહ્યા છે. આ દેશ 1996માં ઇમિયાના ગ્રીક ટાપૂ પર સૈન્ય ઘર્ષણ નજીક પહોંચી ગયા હતા, પરંતુ અમેરિકાએ આ તણાવને ટાળી દીધો હતો. . આમ તો ગ્રીસ તુર્કીની અપેક્ષાએ આકારમાં ઘણો નાનો દેશ છે, પરંતુ તે સંરક્ષણ ક્ષેત્રે પોતાના બજેટની એક મોટી રકમ ખર્ચ કરે છે. તેનું સંરક્ષણ બજેટ વિશ્વનાં સાતમાં નંબરનું બજેટ છે. એટલે કે પ્રતિ વ્યક્તિ 1230 ડોલર છે. તેના ફાઇટર પાયલોટ નિયમિત રીતે તુર્કી જેટ વિમાનો સાથે ઘર્ષણની સ્થિતીમાં હોય છે.

VIDEO : દિલ્હી-ટોરોન્ટો વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ, એર ઈન્ડિયાના સ્ટાફનો 'બલ્લે-બલ્લે' ડાન્સ
આ ઉપરાંત મોદીએ પોતાનાં અર્મોનિયાનાં સમકક્ષ નિકોલ પશિનયાન સાથે પણ મુલાકાત કરી હતી. આ દેશની સીમા તુર્કી સાથે આવેલી છે અને બંન્ને દેશો વચ્ચે સારા સંબધ નથી રહેતા. આર્મોનિયાનાં લોકો 1915માં તુર્કી સામ્રાજ્ય દ્વારા પોતાના લાખો નાગરિકોના સંહારને માફ નહોતા કરી શખ્યા. તુર્કી સરકારે જો કે આ વાતનો ઇન્કાર કર્યો છે ક્યારે કોઇ નરસંહાર થયો હતો. મોદીએ ગુરૂવારે ટ્વીટ કર્યું, વડાપ્રધાન નિકોલ પશિનયા સાથે વ્યાપક વિચાર વિમર્શ થયો. પોતાનાં ટેક્નોલોજી, ફાર્મા અને કૃષી આધારિત ઉદ્યોગો સાથે જોડાયેલા પાસાઓ પર ભારત-અર્મોનિયા સહયોગનો વિસ્તાર કરવા અંગે વાત કરી. વડાપ્રધાન નિકોલે આર્મોનિયામાં ભારતીય ફિલ્મો, સંગીત અને યોગની લોકપ્રિયતાનો પણ ઉલ્લેખ કર્યો.

કાશ્મીર: ગાંદરબલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો ખાતમો
તુર્કી સાથે ત્રણેય દેશોની દુશ્મનાવટને ધ્યાને રાખી આ નેતાઓ સાથે મોદીની બેઠકોનું ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવી રહી છે. આ અંકારના ઇસ્લામા બાદનો સાથ આપતા ભારતની વિરુદ્ધ તવાની સ્થિતીમાં એક મહત્વપુર્ણ પગલું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news