મમતા દીદી ઉંમરમાં મોટા, તેમના દ્વારા કરાયેલ કેસ મારા માટે આશીર્વાદ

લોકસભા ચૂંટણી 2019 પહેલા ZEE NEWS ના મંચ પર રાજનીતિના મહાસંવાદ ઇન્ડિયાનો ડીએનએમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઝી ન્યુઝનાં એડિટર સુધીર ચૌધરી સાથે વાતચીત કરી. આ ચૂંટણીમાં ભાજપનો મુખ્ય ફોકસ પશ્ચિમ બંગાળ છે. બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના પર થયેલા કેસો અંગે કહ્યું કે, મમતા દીદી ઉંમરમાં મારાથી મોટા છે. તેમનાં કેસ મારા માટે આશિર્વાદ જેવા છે. આ વખતની ચૂંટણીમાં અમે તેમને જણાવીશું કે, તેઓ ખોટુ કરી રહ્યા છે. 

મમતા દીદી ઉંમરમાં મોટા, તેમના દ્વારા કરાયેલ કેસ મારા માટે આશીર્વાદ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 પહેલા ZEE NEWS ના મંચ પર રાજનીતિના મહાસંવાદ ઇન્ડિયાનો ડીએનએમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઝી ન્યુઝનાં એડિટર સુધીર ચૌધરી સાથે વાતચીત કરી. આ ચૂંટણીમાં ભાજપનો મુખ્ય ફોકસ પશ્ચિમ બંગાળ છે. બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના પર થયેલા કેસો અંગે કહ્યું કે, મમતા દીદી ઉંમરમાં મારાથી મોટા છે. તેમનાં કેસ મારા માટે આશિર્વાદ જેવા છે. આ વખતની ચૂંટણીમાં અમે તેમને જણાવીશું કે, તેઓ ખોટુ કરી રહ્યા છે. 

મારા પર થયેલા કેસ મમતા દીદીના આશિર્વાદ સમાન છે. જો કે આ વખતની ચૂંટણીમાં તેમને માહિતી મળશે કે જનતા કેટલી મોટી છે. તેમણે આગળ કહ્યું કે, હું વિશ્વાસ સાથે કહુ છું કે મતગણતરીમાં સીટોની સંખ્યા અને માર્જીન જોઇને વિપક્ષીઓનું હૃદય ધગધગી જશે. પાકિસ્તાન સાથે તનાવપુર્ણ પરિસ્થિતી અંગે તેમણે કહ્યું કે, આગળ જે પણ પરિસ્થિતી થશે મોદીજીનાં નેતૃત્વમાં અમારી ત્રણેય સેનાઓ પરિસ્થિતીઓને જીતમાં બદલવા માટે તૈયાર છે. કાશ્મીર આ દેશનું અભિન્ન અંગ છે, તેને કોઇ પણ વ્યક્તિ બદલી શકે તેમ નથી. 

મસુદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા અંગે ચીન દ્વારા વારંવાર અવળચંડાઇના સવાલ અંગે તેમણે કહ્યું કે, અમે ડોકલામનાં સમયે પણ ચીનની સાથે સમગ્ર દ્રઢતા સાથે કામ કર્યું. આજે કાશ્મીર સમસ્યા માટે પંડિત નેહરુનાં કેટલાક નિર્ણયો જવાબદાર છે, તેને કોણ નથી જાણતા. તે સમયે સમગ્ર કાશ્મીર અમારી પાસે આવી શકે તેમ હતા. 

અમિત શાહે કહ્યું કે, અમે ઉત્તરપ્રદેશમાં 4.11 કરોડ લોકોને સીધો લાભ આપ્યો. અમે પોતાની નવી વોટ બેંકથી વાકેફ છીએ. અમે યુપીની સમગ્ર ચૂંટણી મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યોના આધાર પર લડીએ. તેમણે કહ્યું કે, શું તે કોંગ્રેક મુક્ત ભારત પાર્ટ ટુ હશે. આ અંગે તેમણે કહ્યું કે, અને પાંચ વર્ષ તેમને સત્તાથી દુર રહેવું જોઇએ. ભાજપની જ સરકાર બનશે. 

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, મારા માટે સૌભાગ્યનો વિષય છે કે હું લોકસભા ચૂંટણી લડુ અને જનતા દ્વારા પસંદ થઇને લોકસભામાં આવું. તેમણે કહ્યું કે, હું બુથ પર કામ કરનારો અને પોસ્ટર ચિપકાવનારો વ્યક્તિ હતો. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું મારા માટે ગૌરવની વાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news