Corona Vaccination ની રેસમાં અમેરિકા-ચીન કરતા આગળ નિકળ્યું ભારત, 85 દિવસમાં પાર કર્યો આ આંકડો
ભારતમાં 16 ડિસેમ્બર 2020ના કોરોના વેક્સિનેશનના સૌથી મોટા અભિયાનની શરૂઆત થઈ અને માત્ર 85 દિવસમાં 10 કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. આ આંકડો અમેરિકા અને ચીન જેવા દેશોથી ખુબ વધુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઘાતક કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી લોકોને બચાવવા માટે ભારત સહિત દુનિયાભરના ઘણા દેશોમાં વેક્સિનેશન (Corona Vaccination) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ ભારતે આ રેસમાં અમેરિકા અને ચીનને પાછળ છોડી દીધુ છે.
85 દિવસમાં 10 કરોડ વેક્સિનનો યૂઝ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health) એ શનિવારે ટ્વીટ કરતા જણાવ્યું, 'ભારતમાં માત્ર 85 દિવસમાં 10 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. જ્યારે અમેરિકામાં માત્ર 9.20 કરોડ અને ચીનમાં 6.14 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતે સુપર પાવર અમેરિકા અને ચીનને પાછળ છોડી દીધા છે અને ખુદ વેક્સિનેશનના મામલામાં સુપર પાવર દેશ બની ગયો છે.'
India took 85 days to administer 100 million #CovidVaccine doses.
In 85 days, USA administered 92.09 million doses and China's vaccination coverage was 61.42 million. pic.twitter.com/KROFFpjdjm
— Ministry of Health (@MoHFW_INDIA) April 10, 2021
શુક્રવારે 9.78 કરોડ હતો આંકડો
પીઆઈબી પાસે મળેલા આંકડા અનુસાર શુક્રવારે સાંજે 8 કલાક સુધી ભારતમાં કુલ 9,78,71,045 વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે, તેમાં 89 લાખ 87 હજાર 818 સ્વાસ્થ્યકર્મીઓ એવા છે જેને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 54 લાખ 78,562 સ્વાસ્થ્યકર્મીઓ બીજો ડોઝ લઈ ચુક્યા છે. આ રીતે 98 લાખ 65 હજાર 504 ફ્રંટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ અને 46,56,236 ફ્રંટલાઇન વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
45થી 60 વર્ષના આટલા લોકોએ લગાવી વેક્સિન
તો 45 વર્ષથી 59 વર્ષની ઉંમરના 2,81,30,126 લોકોએ કોરોનાનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 5,79,276 લોકો એવા છે જેને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. તો 60 વર્ષથી વધુ ઉંમરના 3,85,92,532 લોકોને પ્રથમ ડોઝ અને 15,80,991 લોકો બીજો ડોઝ લઈ ચુક્યા છે.
શું કહે છે 84 દિવસના આંકડા?
રિપોર્ટ પ્રમાણે દેશભરમાં કોવિડ-19 વેક્સિનેશનના 84માં દિવસે રાત્રે 8 કલાક સુધી કુલ 32,16,949 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તેમાં 28,24,066 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો અને 3,92,883 સ્વાસ્થ્યકર્મી અને ફ્રંટલાઇન વર્કર્સને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ રીતે દેશમાં કોવિડ19 રસીના ડોઝની કુલ સંખ્યા 9.78 કરોડથી વધુ થઈ ગઈ હતી. જેનાથી શનિવાર એટલે કે 10 એપ્રિલે આ આંકડો 10 કરોડને પાર થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે