રશિયા સેના સાથે ભારતીય જવાનોએ દાખેડ્યુ પરાક્રમ, જુઓ રોમાંચિત કરનાર VIDEO
આ સંયુક્ત યુદ્ધાભ્યાસ હેઠળ ભારતીય સેનાના જવાનોએ પણ પોતાના યુદ્ધ કૌશલનો નમૂનો દેખાડ્યો. તેમાં કોમ્બેટ ફ્રી ફોલ, સ્પેશિયલ હેલીબોર્ન ઓપ્સ અને ડિફેન્સિવ તકનીકોનું કૌશલ નાગા રેજીમેન્ટે પ્રદર્શન કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય સેનાના જવાન રશિયામાં એક ખાસ યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે.આ યુદ્ધ અભ્યાસને જાપદ-21 નામ આપવામાં આવ્યું છે. આ એક સંયુક્ત રણનીતિક અભ્યાસ છે. નોવગોરોદ ક્ષેત્ર સ્થિત મુલિનો ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં થઈ રહેલા આ સૈન્ય અભ્યાસનું નિરીક્ષણ કરવા સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ પહોંચ્યા હતા.
ભારતીય જવાનોએ પ્રદર્શિત કર્યુ પોતાનું કૌશલ
આ સંયુક્ત યુદ્ધાભ્યાસ હેઠળ ભારતીય સેનાના જવાનોએ પણ પોતાના યુદ્ધ કૌશલનો નમૂનો દેખાડ્યો. તેમાં કોમ્બેટ ફ્રી ફોલ, સ્પેશિયલ હેલીબોર્ન ઓપ્સ અને ડિફેન્સિવ તકનીકોનું કૌશલ નાગા રેજીમેન્ટે પ્રદર્શન કર્યું હતું. ભારતીય સેનાએ સોમવારે આ વિશે જાણકારી આપી છે. તે એનએનઆઈએ ટ્રેનિંગ ક્ષેત્રની તસવીરો અને વીડિયો ટ્વીટ કર્યા છે. તેમાં ભારતીય સેના પોતાના હુનરને પ્રદર્શિત કરતી જોવા મળી રહી છે.
#WATCH A 200-personnel contingent of the Indian Army is participating in Exercise ZAPAD 2021, a multi-nation military exercise being held in Russia till 16th September
(Video source: Indian Army) pic.twitter.com/IJ6XLwO9jO
— ANI (@ANI) September 13, 2021
એમઆઈ-17 હેલીકોપ્ટરની સાથે કરી પ્રેક્ટિસ
આ અભ્યાસ દરમિયાન ભારતીય સેનાએ ફાયર પાવર ડેમો કર્યો. ભારતીય જવાનોએ આ દરમિયાન શાનદાર યુદ્ધ ડ્રિલ અને ફાયરિંગ સ્કિલ દેખાડી હતી. તો નાગા રેજીમેન્ટની ઘાતક પ્લાટૂને રશિયા એમઆઈ-17 હેલીકોપ્ટર્સની સાથે સ્પેશિયલ હેલીબોર્ન ઓપરેશનની પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન એએડી વાહનોથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું. તો સ્વર્મ હેલીકોપ્ટરથી લક્ષ્યની નજીક પહોંચવાની કળાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે