Corona Update: 2 મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા, જાણો કોરોના લેટેસ્ટ અપડેટ

દેશભરમાં હવે કોરોના (Corona) ની બીજી લહેરનો પ્રકોપ ઘટતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

Corona Update: 2 મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા, જાણો કોરોના લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશભરમાં હવે કોરોના (Corona) ની બીજી લહેરનો પ્રકોપ ઘટતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1.14 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 2677 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ અગાઉ શનિવારે બહાર પડેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાના નવા 1.20 લાખ નવા કેસ નોંધાયા હતા જ્યારે 3380 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. 

24 કલાકમાં 1.14 લાખ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,14,460 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશભરમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,88,09,339 થઈ છે. હાલ 14,77,799 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 1,89,232 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,69,84,781 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. મૃત્યુના આંકડામાં પણ ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2677 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 3,46,759 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ 23,13,22,417 રસીના ડોઝ અપાયા છે. હાલ કોરોનાથી રિકવરી રેટ 93 ટકાથી વધુ છે. 

Total cases: 2,88,09,339
Total discharges: 2,69,84,781
Death toll: 3,46,759
Active cases: 14,77,799

Total vaccination: 23,13,22,417 pic.twitter.com/4pdZZ99ZoO

— ANI (@ANI) June 6, 2021

શનિવારે 20 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ શનિવારે દેશભરમાંથી 20,36,311 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 36,47,46,522 કોરોના ટેસ્ટ કરાયા છે. 

ગુજરાતમાં ઘટ્યો બીજી લહેરનો પ્રકોપ
ગુજરાત આરોગ્ય વિભાગે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 996 કેસ નોંધાયા છે. જ્યારે 3004 દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં 15 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 8,15,386 પર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 9921 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news