ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીનો દાવ ઇમરાનને પડી ન જાય ભારે!

પાકિસ્તાન (Pakistan)એ 70 વર્ષોથી જમ્મૂ કાશ્મીરના એક ભાગમાં અવૈધ કબજો કર્યો છે. હવે તે  PoK નો એક ભાગ ગિલગિત-બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan)માં પાકિસ્તાનની ઇમરાન સરકાર દેખાવાની એક ચૂંટણી કરાવી રહી છે.

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીનો દાવ ઇમરાનને પડી ન જાય ભારે!

શ્રીનગર: પાકિસ્તાન (Pakistan)એ 70 વર્ષોથી જમ્મૂ કાશ્મીરના એક ભાગમાં અવૈધ કબજો કર્યો છે. હવે તે  PoK નો એક ભાગ ગિલગિત-બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan)માં પાકિસ્તાનની ઇમરાન સરકાર દેખાવાની એક ચૂંટણી કરાવી રહી છે. 

આજે ગિલગિત-બાલટિસ્તાનમાં ચૂંટણી કરાવી રહ્યું છે પાકિસ્તાન
આજે ગિલગિત-બાલટિસ્તાન અસેંબલી માટે પ્રતિનિધિ ચૂંટવા માટે ઇલેક્શન થઇ રહ્યા છે. ગિલગિત બાલ્ટિસ્તાન તે PoK નો ભાગ છે, જે ભારતનો અભિન્ન અંગ છે. એવામાં ઇમરાનનો આ દાવ પાકિસ્તાન ખંડ ખંડ થવાના કાઉન્ટ ડાઉન બની શકે છે. 

ભારતનો અભિન્ન ભાગ છે ગિલગિત-બાલ્ટિસ્તાન
ગિલગિત-બાલ્ટિસ્તાન ભારતનો ભાગ છે, જેને 1947માં પાકિસ્તાને છેતરીને પોતાના કબજામાં કરી લીધો છે. તે ભાગને પાકિસ્તાન પોતાનો ભાગ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પહેલાં ઇમરાન ખાને ગિલગિત-બાલ્ટિસ્તાનની એક જનસભામાં ભારતના આ વિસ્તારને અલગ વચગાળા પ્રાંતનો દરજ્જાની જાહેરાત કરી. હવે અહીં દેખાવા માટે ચૂંટણી કરાવવા જઇ રહ્યું છે. 

પોતાના ગુમાવેલા ભાગને પરત લાવવા માટે ભારત અટલ
પાકિસ્તાન પોતાના અવૈધ કબજાને પોતાનો ભાગ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ ઇમરાન ખાનને સમજી લેવું જોઇએ કે ગિલગિત-બાલ્ટિસ્તાનથી લઇને પીઓકે ભારતનો છે અને તેને પ્રાપ્ત કરવું જ ભારતનો અટલ સંકલ્પ છે. 

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાનનો દાવ પડી શકે છે ઉંધો
એવામાં ગિલગિત બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાની ઇમરાનની ગુસ્તાખી પાકિસ્તાનને ભારે પડી શકે છે. ઇમરાન ગમે તેટલું ચીનના દબાણમાં આવીને ગિલગિત બાલ્ટિસ્તાન પર કોઇ જાહેરાત કરી છે. પરંતુ ઇમરાન અને બાજવાને એ સમજી લેવું જોઇએ કે હવે ખંડ ખંડ પાકિસ્તાનથી અખંડ ભારતનું સપનું ખૂબ જલદી સાકાર થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news