Corona Update: એકાએક કોરોનાથી મોતની સંખ્યામાં વધારો, નવા કેસમાં ઘટાડો

દેશમાં કોરોના (Corona) સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે જે 118 દિવસમાં સૌથી ઓછા છે. પરંતુ ચિંતાજનક જે વાત જોવા મળી રહી છે તે કોરોનાથી થતા મોતની સંખ્યામાં વધારાની છે.

Corona Update: એકાએક કોરોનાથી મોતની સંખ્યામાં વધારો, નવા કેસમાં ઘટાડો

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે જે 118 દિવસમાં સૌથી ઓછા છે. પરંતુ ચિંતાજનક જે વાત જોવા મળી રહી છે તે કોરોનાથી થતા મોતની સંખ્યામાં વધારાની છે. છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ 37,154 નવા કેસ નોંધાયા હતા જ્યારે એક દિવસમાં 724 લોકોના કોરોનાથી મોત થયા હતા. 

નવા કેસમાં ઘટાડો
નવા નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાંથી કોરોના વાયરસના નવા 31,443 દર્દીઓ નોંધાયા છે. જે 118 દિવસના સૌથી ઓછા નોંધાયેલા કેસ છે. હાલ દેશમાં 4,31,315 દર્દીઓ સારવાર હેઠળ છે. આ આંકડો છેલ્લા 109 દિવસનો એક્ટિવ કેસનો સૌથી ઓછો આંકડો છે. એક દિવસમાં 49,007 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 3,00,63,720 દર્દીઓ રિકવર થયા છે. 

— ANI (@ANI) July 13, 2021

મોતમાં અચાનક વધારો 
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 2020 દર્દીઓના મોત થયા છે. એકાએક આ આંકડો વધી જવો ચિંતાજનક છે. આ સાથે અત્યાર સુધીમાં થયેલા કુલ મોતનો આંકડો હવે 4,10,784 પર પહોંચ્યો છે. 

રિકવરી રેટ 97.28% થયો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 97.28% પર પહોંચ્યો છે. વીકલી પોઝિટિવિટી રેટ ઘટીને 2.28 ટકા થયા છે જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 1.81 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news