સેનાને તત્કાલ મળશે હથિયાર અને દારૂગોળો, સરકારે આપી આ ખાસ શક્તિ
Trending Photos
નવી દિલ્હી : ભારત-ચીન સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે સેનાની તત્કાલ શક્તિ વધારવાનો નિર્ણય લીધો છે. ચીનની સાથે સીમા પર તણાવ વધતો જોઇ સરકારે હથિયાર અને દારૂગોળો ખરીદવા માટે સેનાના ત્રણેય અંગોને 500 કરોડ રૂપિયા સુધીની પ્રતિ ખરીદ યોજનાને ઇમરજ્ન્સી આર્થિક શક્તિઓ આપી છે. સરકારનાં સુત્રોએ રવિવારે આ માહિતી આપી હતી. સેનાનાં ત્રણેય અંગોમાં થળ સેના, વાયુસેના અને નૌસેનાનો સમાવેશ થાય છે.
સુત્રોએ જણાવ્યું કે, વિશેષ આર્થિક શક્તિઓ દળોને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાનાં અભિયાનની તૈયારીઓ વધારવા માટે ખુબ જ ઓછા સમયમાં હથિયાર અને સૈન્ય સામાનની ખરીદી માટે આપવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું કે, એક જ વિક્રેતા સાથે જરૂરી હથિયાર અને ઉપકરણોની ખરીદી કરવા જેવી ખાસ છુટ આપીને સૈન્ય ખરીદીમાં વિલંબમાં પણ ઘટાડો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 15 જૂને પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલા હિંસક ઘર્ષણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થઇ ગયા હતા.તેના કારણે બંન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ફરીથી ટકરાવ હોવાની આશંકા વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે થલસેના, વાયુસેના અને નૌસેનાને પહેલા જ નિર્દેશ આપ્યો છે કે, તેઓ એલએસી પર પોતાનાં અભિયાનની તૈયારીને વધારે.
સૈન્ય સુત્રોએ જણાવ્યું કે, થલસેના ઇમરજન્સી આર્થિક શક્તિઓનો ઉપયોગ પોતાનો દારૂગોળા ભંડારને વધારવામાં કરવા જઇ રહી છે કારણ કે ગતિરોધને ઝડપથી દુર થવાની ખુબ જ ઓછી સંભાવના છે. એક સુત્રએ કહ્યું કે, સેનાના ત્રણેય અંગોને 500 કરોડ રૂપિયાની પ્રતિ ખરીદ યોજના માટે આપવામાં આવ્યા છે.
ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ ગત્ત 45 વર્ષોમાં બંન્ને પક્ષો વચ્ચે થયેલી સૌથી મોટી ટક્કર છે. ચીની પીપલ્સ લિબરેન આર્મી (પીએલએ) એ અત્યાર સુધી સૌથી મોટો ટક્કર છે. ચીની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ અત્યાર સુધી તે નથી જણાવ્યું કે, તેનાં કેટલા સૈનિકો ઠાર મરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે