બનાવટી સોફ્ટવેર વડે IRCTC ની વેબસાઇટમાં સેંઘમારી, 5 લાખની કિંમતની કન્ફોર્મ ટિકીટ મળી આવી

એવા સમયે જ્યારે દેશમાં ફક્ત 230 સ્પેશિયલ ટ્રેનો હજુ ચાલે રહી છે. ત્યારે પણ ટિકીટના દલાલો બનાવટી ટિકીટથી ખૂબ કમાણી કરવામાં આવી રહી છે. તેનો ખુલાસો દેશવ્યાપી અભિયાન ચલાવીને પોતે રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફએ જ કર્યો છે. 

બનાવટી સોફ્ટવેર વડે IRCTC ની વેબસાઇટમાં સેંઘમારી, 5 લાખની કિંમતની કન્ફોર્મ ટિકીટ મળી આવી

નવી દિલ્હી: એવા સમયે જ્યારે દેશમાં ફક્ત 230 સ્પેશિયલ ટ્રેનો હજુ ચાલે રહી છે. ત્યારે પણ ટિકીટના દલાલો બનાવટી ટિકીટથી ખૂબ કમાણી કરવામાં આવી રહી છે. તેનો ખુલાસો દેશવ્યાપી અભિયાન ચલાવીને પોતે રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફએ જ કર્યો છે. 

RPF ડીજી અરૂણ કુમારના અનુસાર હજુપણ જે ટ્રેનો ચાલી રહી છે તેમાં ઘણી ટ્રેનો એવી છે જેમાં વેટિંગ લિસ્ટ ખૂબ વધુ રહે છે. જોકે આ ગેંગ તે ટ્રેનોને જ ટાર્ગેટ કરતા હતા જેના રૂટ પર યાત્રીઓની વધુ ભીડ રહે છે. અરૂણ કુમારના અનુસાર કોરોના કાળ દરમિયાન જ 900થે વધુ ટિકીટ દલાલો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. 

બનાવટી સોફ્ટવેર રિયલ મેંગોને ઓપરેટ કરનાર અને તેના દ્વારા ટિકીટની દલાલી કરનાર 50 લોકોને આરપીએફએ દેશવ્યાપી અભિયાન ચલાવીને 1 દિવસમાં જ ધરપકડ કરવામાં આવી છે. આ સોફ્ટવેરને પહેલાં રેયર મેંગોના ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. 

આરપીએફના ફીલ્ડ સ્ટાફને તેની ભનક ત્યારે લાગી જ્યારે 9 ઓગસ્ટના રોજ કેટલાક દલાલો વિરૂદ્ધ આરપીએફએ કાર્યવાહી શરૂ કરી. RPF એ જ્યારે કેટલા સંદિગ્ધોને પકડીને તપાસ કરી કરી તો ખબર પડી કે કેવી રીતે એક મોટી ગેંગ બનાવટી સોફ્ટવેર દ્વારા રેલવેની સત્તાવાર વેબસાઇટમાં સેંઘ લગાવીને રિઝર્વ ટિકીટ વેચી રહ્યા છે. 

કેવી રીતે કામ કરતી હતી આ ગેંગ?
ટિકીટ બુક કરવાથી લઇને ટિકીટ વેચવા સુધી પુરા કાળા બજારી 5 લેયર પર કામ કરી રહ્યા હતા. આરપીએફના ડીજી અરૂણ કુમારના અનુઆર ફેક સોફ્ટવેરને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. 

દલાલ રિયલ મેંગો સોફ્ટવેર દ્વારા IRCTC ની વેબસાઇટમાં સેંઘ લગાવતા હતા. સોફ્ટવેર દ્વારા આ લોકો v3 બાઇપાસ કરી દે છે અને V2 કેપ્ચાને બાઇપાસ કરી દેતા હતા. મોબાઇલ એપ દ્વારા બેંક ઓટીપી Synchronise કરી દેતા હતા અને ઓટોમેટિક રીતે રિક્વેસ્ટ ફોર્મમાં ફિલ કરતા હતા. Software Autofill વડે પેસેન્જર અને પેમેન્ટ ડિટેલ ફોર્મમાં થઇ જતી હતી. સોફ્ટવેર વડે આઇઆરસીટીસીની વેબસાઇટ પર મલ્ટીપલ આઇડી વડે લોગઇન કરતા હતા. બનાવટી સોફ્ટવેર સિસ્ટમ એડમિન અને તેમની ટીમ, માવેન્સ, સુપર સેલર, સેલર્સ અને એજન્ટ દ્વારા 5 લેયર પર કામ કરતા હતા. સૌથી ખાસ વાત એ છે કે સિસ્ટમ એડમિન ટિકીટૅના પૈસા બિટકોઇન દ્વારા રિસિવ કરતા હતા. 

મુંબઇ અપરાધી પશ્વિમ બંગાળથી ઝડપાયો
અરૂણ કુમારના અનુસાર સીપીએફએ તેની મુખ્ય ગેંગ સિસ્ટમ ડેવલોપર સાથે આખી ટીમની ધરપકડ કરવામાં આવી છે. તેના 5 સોફ્ટવેરને ઓપરેટ કરનાર મુખ્ય અપરાધીની પશ્વિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news