રેલવે મુસાફરો માટે સારા સમાચાર! જાણો કોને આપવામાં આવશે ભાડામાં 25 ટકાની છૂટ
Indian Railway: બેઝિક ફેર પર મહત્ત્વ છુટ 25 ટકા સુધીની આપવામાં આવશે. અન્ય ચાર્જ જેમ કે રિઝર્વેશન ચાર્જ, સુપર ફાસ્ટ સરચાર્જ અને જીએટી અલગથી લાગુ થશે.
Trending Photos
Indian Railway: ટ્રેનમાં એસી ચેરકાર અને એક્ઝિક્યુટિવ ક્લાસની અડધી સીટો ખાલી હશે તો ભાડું 25% ઓછું થશે. રેલવેએ બધી ટ્રેનોની એસી ચેરકાર અને એક્ઝિક્યુટિવ ક્લાસ સીટનું ભાડું 25 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડના નિર્ણય મુજબ વંદે ભારત, અનુભૂતિ, વિસ્ટાડોમ કોચ ધરાવતી ટ્રેનો સહિત દરેક ટ્રેનોમાં સ્કીમ લાગુ થશે. બેઝિક ફેર પર મહત્ત્વ છુટ 25 ટકા સુધીની આપવામાં આવશે. અન્ય ચાર્જ જેમ કે રિઝર્વેશન ચાર્જ, સુપર ફાસ્ટ સરચાર્જ અને જીએટી અલગથી લાગુ થશે. રેલવે બોર્ડનો મોટો નિર્ણય, વંદે ભારત ટ્રેનમાં પણ ભાડાનાં ઘટાડો લાગુ થશે.
સરકારના આદેશ મુજબ પ્રવાસના પહેલાં અથવા અંતિમ અથવાતો તો સમગ્ર પ્રવાસ માટે છૂટ અપાય તેવી શક્યતા છે. જોકે, શરત એ છેકે, તે રૂટ પર ઓક્યુપન્સી 50 ટકાથી ઓછી હોય. એટલે જે ટ્રેનમાં છેલ્લાં એક મહિનામાં એસી ચેરકાર અને એક્ઝિક્યુટિવ ક્લાસની 50 ટકા સીટો ખાલી રહી છે.તેના પર પહેલાં વિચાર કરવામાં આવશે. આ આદેશ તત્કાળ લાગુ થયો છે. અગાઉથી રિઝર્વ ટિકિટને આ આદેશ લાગુ નથી થાય.
રેલવેના ડેટા અનુસાર, જૂન મહિનામાં ઇન્દોર-ભોપાલ ટ્રેનમાં ઓક્યુપન્સી 21% તો ભોપાલ-ઇન્દોર વંદેભારત ટ્રેનમાં 29% હતી. એ જ રીતે ભોપાલ- જબલપુર વંદેભારતમાં ઓક્યુપન્સી 32% હતી. જબલપુર-ભોપાલ વંદેભારતમાં ઑક્યુપન્સી 36% હતી. દરમિયાન સંભાવના છે કે આ રૂટ પર ચાલતી વંદેભારત ટ્રેનોમાં ભાડું 25% સુધી ઘટી શકે છે.
કોને નહીં થાય અસર?
જો કોઇ વિશેષ કેટેગરીમાં ફ્લેકસી ભાડુ લાગુ છે અને ઑક્યુપન્સી ખરાબ છે, તો એ ટ્રેનમાં આ સ્કીમ લાગુ નહીં થાય. આ સ્કીમ રેલવે દ્વારા ચલાવાતી હોલીડે અથવા ફેસ્ટિવલ સ્પેશ્યિલ ટ્રેનોમાં લાગુ નહીં થાય. રેલવેએ તેને ડિસ્કાઉન્ટેડ ફેર સ્કીમ નામ આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે